Mines minarel truck

વડોદરા જિલ્લા ખાણ અને ખનીજ (Mines and minerals) વિભાગે બિન અધિકૃત ખોદકામનો પર્દાફાશ કર્યો

વડોદરા જિલ્લા ખાણ અને ખનીજ વિભાગે સાદી માટી ખનીજના (Mines and minerals) બિન અધિકૃત અને ઓવર લોડ પરિવહન તેમજ બિન અધિકૃત ખોદકામનો પર્દાફાશ કર્યો: એક કરોડથી વધુ કિંમતના વાહનો મશીન અને મુદ્દામાલ જપ્ત કર્યો

ADVT Dental Titanium

વડોદરા, ૨૦ માર્ચ: વડોદરા જિલ્લા ખાણ અને ખનીજ વિભાગે ગુરૂવારે આકસ્મિક રાત્રિ ચકાસણી ખનીજ (Mines and minerals) ચોરી અટકાવવાની તકેદારીના ભાગરૂપે હાથ ધરી હતી.તે દરમિયાન પાલેજથી નારેશ્વરના રસ્તે 3 વાહનો સાદી માટી ખનીજના બિન અધિકૃત પરિવહન, મર્યાદા કરતાં વધુ વજન ભરીને (ઓવરલોડ) પરિવહન બદલ જપ્ત કર્યા હતા. વાહનો સાથે અંદાજે રૂ.૩૦ લાખ નો મુદ્દામાલ આ ઘટનામાં જપ્ત કરવામાં આવ્યો છે.આ વાહનો અને જથ્થો જયેશ પાટણવાડીયા, અંકલેશ્વરના શુભમ એન્ટરપ્રાઇઝ અને સુરતના કિશોરભાઈનો હોવાનું તપાસમાં ખુલ્યું છે. તે જ રીતે, ઈંટોલા ગામના સીમ વિસ્તારમાંથી સાદી માટીનું બિન અધિકૃત ખોદકામ પકડી પાડી એક હિટાચી મશીન અને સાદી માટી ભરેલી બે ટ્રકો જપ્ત કરવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj

આ મુદ્દામાલ ની કિંમત અંદાજે રૂ.૮૦ લાખ છે. ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટના જણાવ્યા અનુસાર આ મશીનરી દ્વારા સિદ્ધેશ્વરી એન્ટરપ્રાઈઝ દ્વારા બિન અધિકૃત ખનન અને વહન કરવામાં આવી રહ્યું હોવાનું ઉજાગર થયું છે.આ સંસ્થા એલ.એન્ડ ટી.કંપની ના પેટા કોન્ટ્રાકટર છે.કસૂરવારો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો…“સ્કુલ હેલ્થ કાર્યક્રમ” અંતર્ગત દિકરીઓને કિડની (Kidney) ટ્રાન્સપ્લાન્ટ અને પોસ્ટ ઓપરેટીવ કેર નો લાભ મળ્યો