Mansingh sisodia asst director ahmedabad edited

બનાસકાંઠા ના માનસિંહ સિસોદીયા (Mansingh sisodia)ને અમદાવાદ ખાતે આસી. ડાયરેક્ટર તરીકે પ્રમોશન મળતાં વિદાયમાન અપાયું

Mansingh sisodia asst director ahmedabad edited

પાલનપુર માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક ડી. પી. રાજપૂત અને કર્મચારીઓએ સિસોદીયાની (Mansingh sisodia) ઓફિસમાં કામ કરવાની આગવી કુનેહ અને મિલનસાર સ્વભાવની પ્રશંસા કરી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૨૦ માર્ચ
: જિલ્લા માહિતી કચેરી પાલનપુરના માહિતી અને પ્રદર્શન કેન્દ્ર અંબાજી ખાતે (Mansingh sisodia) સિનિયર સબ એડીટર તરીકે ફરજ બજાવતાં માનસિંહ સિસોદીયાને આસીસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ-૨ તરીકે અમદાવાદ ખાતે પ્રમોશન મળતાં જિલ્લા માહિતી કચેરી પાલનપુરના સ્ટાફ ધ્વારા ભાવભર્યુ વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિકારી અને કર્મચારીઓ ધ્વારા શાલ, પુષ્પરગુચ્છ અને શ્રીફળ- સાકર અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ.

ADVT Dental Titanium

પાલનપુર માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક ડી. પી. રાજપૂત અને કર્મચારીઓએ સિસોદીયાની (Mansingh sisodia) ઓફિસમાં કામ કરવાની આગવી કુનેહ અને મિલનસાર સ્વભાવની પ્રશંસા કરી તેમની કામગીરીને બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-૨૦૦૦માં માહિતી ખાતા દ્વારા યોજાયેલ રાજ્યકક્ષાની બેસ્ટ રાઇટીંગ સ્પર્ધામાં સિસોદીયા પ્રથમ નંબરે વિજેતા થયા હતાં ત્યારે ગાંધીનગર સચિવાલય ખાતે તત્કાલીન માહિતી કમિશનર વી. એસ. ગઢવી અને ઉચ્ચ અધિકારીઓના હસ્તે પુરસ્કારની રકમનો ચેક અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

માનસિંહ સિસોદીયા (Mansingh sisodia)એ વર્ષ-૧૯૯૧માં ડાંગ જિલ્લામાંથી નોકરીની શરૂઆત કરીને રાધનપુર, દાંતા, પાલનપુર, હિંમતનગર, છોટાઉદેપુર, અંબાજીમાં પણ નોકરી દરમ્યાન સાથી કર્મચારીઓ અને મિડીયાના મિત્રો સાથે સારુ સંકલન જાળવી આદરભર્યુ સ્થાન મેળવ્યું છે.

Whatsapp Join Banner Guj

આ પ્રસંગે નાયબ માહિતી નિયામક ડી. પી. રાજપૂત, સિનિયર સબ એડિટર રેસુંગ ચૌહાણ, કચેરી અધિક્ષક નટુભાઇ પરમાર, સુપરવાઇઝર ગુલાબસિંહ પરમાર, ફેલો શ્રી દિનેશ ચૌધરી, ફોટોગ્રાફર ભરતભાઇ ચડોખીયા સહિત કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…PM Modi in West Bengal: વડાપ્રધાને કહ્યું કે, ખડગપુરના ક્ષેત્રમાં મીની ભારતની ઝલક જોવા મળે છે લોકોનો ઉત્સાહ જોઇને કહ્યું- `બંગાળમાં આ વખતે ભાજપ સરકાર’