Parcel door to door 1

અમદાવાદ સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ “ડોર ટૂ ડોર” લગેજ/પાર્સલ સેવાની શરૂઆત

Parcel door to door
  • મુસાફરો સીધા એપ તથા વેબસાઇટના માધ્યમથી લગેજ બૂક કરી શકશે
  • લગેજની ઓનલાઇન ટ્રેકિંગ થશે

અમદાવાદ, ૨૭ જાન્યુઆરી: પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ “ડોર ટૂ ડોર” લગેજ/પાર્સલ સેવાની શરૂઆત કરવામાં આવી. અમદાવાદ ડિવિજનના ડીઆરએમ શ્રી દીપક કુમાર ઝાએ આ સુવિધાનું શુભારંભ કરતાં જણાવ્યુ કે ભારતીય રેલ્વે પર આ સુવિધાનું પ્રારંભ કરવાવાળું અમદાવાદ ડિવિજન એ પહેલું ડિવિજન છે. આના ધ્વારા રેલવેને 4.5 લાખ રૂપિયાની પ્રતિ વર્ષ વધારાની આવક પ્રાપ્ત થશે. આ સુવિધાના મુખ્ય બિંદુ નીચે મુજબ છે:-

Railways banner
  • આ સુવિધા “ડોર ટૂ ડોર” ઉપલબ્ધ છે.
  • જેનું બૂકિંગ મોબાઇલ એપ તથા વેબસાઇટના માધ્યમથી થઈ શકશે.
  • મુસાફરો તેમના ઘરેથી બૂક કરીને એમના ગંતવ્ય સ્ટેશન સુધી નિર્ધારિત સરનામાં પર લગેજ પહોચશે.
  • લગેજની ઓનલાઇન ટ્રેકિંગ થઈ શકશે.
  • સામાન્ય પેમેન્ટ બેસિસ પર બેગેજ સેનિટાઇજિંગ તથા રેપિંગની સુવિધા ઉપલબ્ધ થશે.
  • રેલવેને વધારાની આવક પ્રાપ્ત થશે.
  • રેલ્વે પર કાર્યરત કુલીયો ને વધારાની આવક પ્રાપ્ત થશેઆ સુવિધા મુસાફરો માટે વરદાનરૂપ થશે અને મુસાફરોની સંતુષ્ટિમાં વધારો કરશે.

આ પણ વાંચો…સારા સમાચાર : IMFએ કહ્યું- મહામારી વચ્ચે મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારત જ એકમાત્ર દેશ હશે જે ડબલ ડિજિટનો ગ્રોથ રેટ હાંસેલ કરશે