Kalinga Collage 5

કોરોના સંકટથી ઉગારવા માટે હંમેશા લોકોની પડખે ઉભી રહી છે ‘કિટ’

Kalinga Collage

કુદરતી આફતોના સમયે લોકોની પીડા દૂર કરવા અથવા તેના પર કાબૂ મેળવવા માટે કલિંગા ઈંસ્ટિટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કેઆઈઆઈટી) ભુવનેશ્વર અને તેની સહયોગી સંસ્થા કલિંગા ઈંસ્ટિટ્યૂટ ઑફ સોશલ સાઈંસેસે પોતાના સંસ્થાપક પ્રોફેસર અચ્યુતા સામંતના અથાક પ્રયાસોના કારણે આ વખતે પણ કોવિડ-19 મહામારીમાં પણ ઉમદા કાર્ય કર્યું.. કોવિડ-19ના પ્રકોપથી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત લોકો સુધી પહોંચવામાં અને યોગ્ય સારવાર માટે શક્ય તમામ પ્રયાસ કરાઈ રહ્યા છે. સાથે જ તેના પર સતત કામગીરી પણ ચાલી રહી છે. એ જગજાહેર છે કે કિટ ડીમ્ડ વિશ્વવિદ્યાલય એક પ્રસિદ્ધ સંસ્થા છે. આ સંસ્થા ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પણ છે. દેશના અનેક રાજ્યની સાથે સાથે 50 જેટલા દેશોના અંદાજે 30 હજાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અહીં અભ્યાસ કરે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે કિટની જ સહયોગી સંસ્થા કિશ 30 હજારથી વધુ આદિવાસી બાળકોને ભણાવે છે.

Kalinga Collage 3

જે દેશની એકમાત્ર આદિવાસી વિશ્વ વિદ્યાલય છે. આ બાળકોમાં માત્ર ઓડિશાના જ નહીં પરંતુ પાડોશી રાજ્ય છત્તીસગઢ,ઝારખંડ અને નોર્થ ઈસ્ટના બાળકોનો પણ સમાવેશ થાય છે. કિશ સંસ્થાની ખાસિયત એ છે કે અહીં બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે. આ નિવાસી વિશ્વ વિદ્યાલય છે. કોરોનાના કારણે જ્યારે સંપૂર્ણ લોકડાઉનના એંધાણ જણાયા ત્યારે સંસ્થાપકે આ તમામ બાળકોને સુરક્ષિત રીતે પોત-પોતાના ઘરે પહોંચાડી દીધાં. આખાયે લોકડાઉન દરમિયાન આ તમામ બાળકોને ભણતરને કોઈપણ પ્રકારનું નુકસાન ન થયું, કારણ કે કિટ દેશની પહેલી એવી સંસ્થા છે જે પોતાના તમામ બાળકોને ઓનલાઈન ઘર બેઠા શિક્ષણ આપી રહી છે, જે અવિરત ચાલી રહ્યું છે. કંઈક આવી જ રીતે કિશ સંસ્થાના બાળકો માટે કલિંગ ટેલિવિઝનના માધ્યમથી ઈ-લર્નિંગ ક્લાસનું દરરોજ સંચાલન થાય છે. બાળકો વોટ્સએપના માધ્યમથી સતત શિક્ષકોના સંપર્કમાં રહે છે.

પોતાના પ્રોજેક્ટ ઉદય અંતર્ગત ઓડિશાના 6 સૌથી પછાત જિલ્લા રાયગડા, મલકાનગિરી, કંધમાલ, બલ્લાન્ગ્ગિર, કોરાપુટ અને ગજપતિ જિલ્લાના લોકોમાં કોરોના મહામારી અંગે જાગૃત અભિયાન ચલાવાયુ. જેમાં 2 ગજની દૂરી, માસ્ક પહેરવા, હંમેશા હાથ ધોવા અને પોતાની આસપાસ કાયમી સ્વચ્છતા જાળવી રાખવાની માહિતી અપાઈ. આ પરિયોજનામાં 500થી વધુ સ્વયંસેવકો આ જિલ્લાઓના 220થી વધુ ગામોમાં સ્વસ્છતા અભિયાન ચલાવી રહ્યા છે.

જો ઓડિશાની વાત કરવામાં આવે તો કોવિડ-19 વિરૂદ્ધ આ અભિયાનની આગેવાની કિટની જ એક મહત્વપૂર્ણ સહયોગી સંસ્થા કિમ્સ એટલે કે કલિંગા ઈંસ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાઈંસ જે એક મેડિકલ કોલેજ છે. આ સંસ્થા ઓડિશા સરકારના સહયોગથી કોરોના દર્દીઓ માટે 50 ક્રિટિકલ કેયર બેડ્સ સહિત 500 બેડવાળું ભારતનું પહેલું આધુનિક સ્વયંચાલિત સુવિધા કેન્દ્ર સ્થાપિત કર્યું. કિટ વિશ્વ વિદ્યાલયે ઓડિશાના કંધમાલ,બલાંગ્ગિર અને મયૂરભંજ જિલ્લામાં 200 બેડવાળી 3 વિશિષ્ટ હોસ્પિટલ સ્થાપિત કરી. કોરોના મહામારીની આ વિકટ પરિસ્થિતિ છતાં આટલા ઓછા સમયમાં સમર્પિત હોસ્પિટલના નિર્માણથી તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી ખૂબ જ પ્રશંસા પણ મળી છે. ભારત સરકારે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ઔદ્યોગિક તાલિમ સંસ્થા સહિત ભારતના અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે કિટ સ્કૂલ ઓફ બાયોટેક્નોલોજી અંતર્ગત કિટ સાથે એક ઘટક કિટ ટેકનોલોજી બિઝનેસ ઈનક્યૂબેટરને (KIIT-TBI) કોવિડ-19 સંકટ સાથે યુદ્ધ વિસ્તાર કેન્દ્ર કવચ માટે માન્યતા અપાઈ છે.

પૂર્વ અને પૂર્વોત્તરમાં આ કાર્યક્રમનો અમલ કરવા માટે KIIT-TBI સ્વયં જવાબદાર છે. કોવિડ-19 મહામારી ન માત્ર એક વૈશ્વિસ સ્વાસ્થ્ય સંકટ છે પરંતુ લાંબા સમય સુધી લોકડાઉન અને લાખો લોકોની આજીવિકાના કારણે આ એક ગંભીર માનવીય સંકટનો જન્મદાતા પણ છે. આ કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોના બાળકોને માનવતાની દ્રષ્ટિએ કિટ અને કિશ સંસ્થા દ્વારા મફતમાં શિક્ષણ અપાશે. આ સુવિધા બે શૈક્ષણિક વર્ષ 2020-2021 અને 2021-2022 માટે ઉપલબ્ધ થશે. મદદ માટે હાથ લંબાવતા આ સંસ્થા એવા લોકોને ઉપયોગી બની રહી છે જેઓ લોકડાઉન વધારવાના કારણે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે.. કોરોના મહામારીના કારણે ઝૂંપડીઓમાં રહેતા વંચિત લોકો, ફસાયેલા શ્રમિકો અને કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેતા અંદાજે 3 લાખથી વધુ લોકોને ખાદ્ય સામગ્રી અને આવશ્યક વસ્તુઓનું વિતરણ કરાયું.. સાથે જ અસ્થાયી રહેઠાણ પણ પૂરું પડાયું.

Kalinga Collage 5

લોકડાઉન દરમિયાન પોતાની મહેનત અને તત્પરતાના કારણે કિટ વિશ્વવિદ્યાલય રાજધાની ભુવનેશ્વર, પૂરી અને કટક જિલ્લામાં ડ્યૂટીમાં તૈનાત પોલીસકર્મીઓને ભોજન પહોંચાડવાની સફળ પહેલ કરી. ઓડિશા અને આસપાસના રાજ્યમાં ફસાયેલા સેંકડો શ્રમિકો અને કર્મિઓની સ્વદેશ પરત લાવવા માટે કિશ વિશ્વવિદ્યાલયે અમેરિકી દૂતાવાસ સાથે મળીને અત્યંત પ્રશંસનીય કામગીરી કરી. અન્ય સામુદાયિક ગતિવિધિઓ અંતર્ગત ઓડિશાના ચંદ્રગિરી વિસ્તારમાં તિબ્બતી લોકો અને જિરાંગમાં પદ્મસંભવ મઠમાં એક મહિનાનો અન્ન પૂરવઠો કરાયો હતો. સાથે જ ચંદ્રગિરીમાં બે વૃદ્ધાશ્રમ ગોદ લેવાની જોગવાઈ કરાઈ. હાલના દિવસોમાં કિસ વિશ્વ વિદ્યાલય જિરાંગમાં એક હોસ્પિટલનો સહયોગ કરી રહી છે. અને સ્વાસ્થ્યકર્મીઓને પીપીઈ કિટ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. ઉપરાંત કિટ અને કિશ વિશ્વ વિદ્યાલય કંધમાલ જિલ્લાના 40થી વધુ અનાથાલય, વૃદ્ધાશ્રમ અને કુષ્ઠસેવા આશ્રમમાં રોકડ મદદ ઉપરાંત કરિયાણુ પૂરું પાડે છે.

રાજધાની ભુવનેશ્વરના અંતરિયાળ વિસ્તારોમાં કિટ અને કિશ સંસ્થા જરૂરિયાતમંદ લોકોની વહારે આવી તેઓને ભોજનની સામગ્રી ઉપરાંત જરૂરી ચીજ વસ્તુઓ આપે છે. કિટ અને કિશ સંસ્થા દેશના જાણિતા ઉદ્યોગપતિ અજીમ પ્રેમજીની મદદથી ઓડિશાના ભુવનેશ્વર અને રાયગઢા જિલ્લામાં કિન્નર સમુદાય માટે રાશન અને જરૂરી સામાનનું વિતરણ પણ કરે છે. કિટ અને કિશ વિશ્વવિદ્યાલય પરિસરની આસપાસના વિસ્તારમાં બંદર,પશુ-પંખી તથા પ્રાણીઓને બિસ્કિટ, ફળ, સબજી અને અન્ય ખાદ્ય સામગ્રી વહેંચવા માટે એક ટીમ બનાવી છે. જે દરરોજ પ્રાણીઓને ભોજન ખવડાવે છે. આ ટીમ પરિસરની આપસાસ જંગલની ઝાડીઓમાં રહેતા 140 જેટલા મોરની પણ સારસંભાળ કરે છે. પૂરી, ભુવનેશ્વર અને કટક જિલ્લામાં 10 ગૌશાળામાં આર્થિક સહાય પણ કરે છે..

whatsapp banner 1

કોવિડ-19 મહામારી વર્તમાન સમયમાં એક ગંભીર વિશ્વસ્તરીય સ્વાસ્થ્ય સંકટ છે અને પડકારજનક છે. મહમારીએ અર્થવ્યવસ્થાને મોટો ઝટકો આપ્યો છે. મોટા ભાગના દેશો આર્થિક મંદીમાં ઘેરાયા છે. મહામારી એક પ્રકારે માનવ કર વસૂલી રહી છે. કિટ અને કિશના સંસ્થાપક ડૉ.અચ્યુતા સામંતનું કહેવું છે કે ‘કોરોના કાળમાં અમારો આ નાનકડો પ્રયાસ વિશાળ સમુદ્રમાં એક ટીપાં બરાબર છે, જ્યારે અમારો ઉદ્દેશ એ તમામ ચહેરાઓ પર મુસ્કાન લાવવાનો છે જ્યાં સુધી પહોંચી શકીએ. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે એકજૂથ બનીને આ ગંભીર મહામારીના સંકટને હટાવીશું’