Young Voter

કરજણ: પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરનાર દર્શના વસાવાનો પ્રતિભાવ

Young Voter

લોકશાહીમાં લોકોને પોતાના નેતા પસંદ કરવાનો અધિકાર

વડોદરા, ૦૩ નવેમ્બર: કરજણ વિધાનસભાના બેઠકના વેમાર ગામના શિવમ વિદ્યામંદિર ખાતે પ્રથમ વાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચેલા દર્શના વસાવા કહે છે કે, લોકશાહી શાસન વ્યવસ્થાની વિશેષતા એ છે કે, લોકો પોતાના નેતાને પસંદ કરી શકે છે.

whatsapp banner 1

આ માટે લોકોને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જેનો લોકોએ અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. રાષ્ટ્રનિર્માણ માટે સારા જનપ્રતિનિધિની ચૂંટવા અને લોકશાહીને મજબૂત બનાવવા મતદાન કરી લોકોએ સહભાગી બનવુ જોઈએ. સાથે જ લોકોએ કોરોના મહામારીમાં પૂરતી સાવચેતી રાખવી અનિવાર્ય બની ગઈ છે. મતદારોએ માસ્ક, સેનેટાઈજ, હાથ મોઝા પહેરી વગેરે કાળજી લઈ મતદાન કરવા આગળ આવવુ જોઈએ. તેવો તેમણે મત વ્યક્ત કર્યો હતો.

લીલોડ ગામના ૮૦ વર્ષના જંયતીભાઈ પટેલનો ગજબનો ઉત્સાહ : મતાધિકાર ઉપયોગ કરવાનુ ચૂકતા નથી

Old age voter

કરજણ વિધાનસભાના બેઠકની પેટાચૂંટણીમાં મતદાન કરવા પ્રૌઢ મતદારો પણ ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. લીલોડ ગામના ૮૦ વર્ષના જંયતીભાઈ પટેલ પણ લાકડીના ટેકે પૂરા જોમ અને ઉત્સાહ સાથે મતદાન કરવા પહોચ્યાં હતા. તેમણે કહ્યુ કે, જ્યારથી મતાધિકાર મળ્યો ત્યારથી લગભગ એક પણ વખત મતાધિકારનો ઉપયોગ કરવાનું ચૂક્યો નથી. લોકો મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના વિસ્તારના વિકાસની દિશા નક્કી કરવાની તક મળતી હોય છે.

સામાન્ય પરિસ્થિતિમાં દર પાંચ વર્ષ પોતાના પ્રતિનિધિ ચૂંટવાની તક મળતી હોય છે. કોઈ પ્રતિનિધિ જનતાની આશા-અપેક્ષા પર પૂર્ણ ન ઉતરે તો લોકો તેને મતાધિકારનો ઉપયોગ કરીને તેને જાકારો પણ આપી શકે છે. આ જ લોકોના મતની તાકાત અને લોકશાહીની વિશિષ્ટતા છે. સાથે જ તેમણે ઉમેર્યું કે, લોકો જ મતાધિકાર ઉપયોગ કરીને લોકશાહીને વધુ શશક્ત બનાવી શકશે. એટલે લોકોએ અવશ્ય મતદાન કરવું જોઈએ. ઉપરાંત તેમણે મતદાન કરતી વેળાએ કોવીડ-૧૯ વિષયક માર્ગદર્શિકાનુ પાલન કરવા ઉપર ભાર મૂક્યો હતો.