Gandhi Vichar Pustak Vimochan edited

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે “ગાંધીવિચાર મંજૂષા ૨૦૨૦” પુસ્તકનું વિમોચન કરાયું

Gandhi Vichar Pustak Vimochan edited
  • મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે “ગાંધીવિચાર મંજૂષા ૨૦૨૦” પુસ્તકનું વિમોચન કરાયું
  • 10 દ્વારા તૈયાર કરેલ પુસ્તકમાં અધ્યાપકો-વિદ્યાર્થીઓની શ્રેણી દ્વારા ગાંધીવિચાર ઉપર નિબંધ સ્પર્ધા અને વિવિધ વ્યાખ્યાનો રજૂ કરાયા

ગાંધીનગર, ૦૩ નવેમ્બર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલ “ગાંધીવિચાર મંજૂષા ૨૦૨૦” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

whatsapp banner 1

ગાંધી વિચારને લોકો જાણે અને સમજે તે માટે ૦10 દ્વારા તૈયાર કરેલ પુસ્તકમાં વિદ્યાર્થીઓની શ્રેણી દ્વારા “૨૧મી સદીમાં ગાંધીવિચારની પ્રસ્તુતતા” અને અધ્યાપક શ્રેણીમાં “એજન્ડા ૨૦૩૦ (૬૩૦) સિદ્ધ કરવામાં ગાંધીવિચારની ભૂમિકા” વિષય ઉપર નિબંધ સ્પર્ધા યોજાઇ હતી. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ૩૦૦૦ શબ્દોની નિબંધ સ્પર્ધામાં કુલ ૧૦ વિજેતાઓને રૂ. ૨૧,૦૦૦થી રૂ. ૧૦૦૦ સુધીના પારિતોષિક આપીને સન્‍માનિત કરાયા હતા. આ બંને શ્રેણીમાં પ્રથમ ૧૦ વિજેતાના વિદ્યાર્થી અને અધ્યાપકોના નિબંધ ગાંધીવિચાર મંજૂષા ૨૦૨૦ પુસ્તકમાં સમાવવામાં આવ્યા છે. આ નિબંધ સ્પર્ધામાં અધ્યાપક શ્રેણીમાં પપ અધ્યાપકોએ જ્યારે વિદ્યાર્થી શ્રેણીમાં કુલ ૩૨૩ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાંથી શ્રેષ્ઠ ૧૦ વિદ્યાર્થી અને અધ્યાપકોની પસંદગી કરવામાં આવી છે.

આ વિમોચન પ્રસંગે ઉ1ઇના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ, કુલસચિવ ડૉ. કે. એન. ખેર, આસિસ્ટન્ટ રજિસ્ટાર ડૉ. અશોક ચાવડા અને ડૉ. ગોહિલ સહિત પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા.