jamnagar cyclone 1705

Jamnagar alert: જામનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડા ના કારણે સલામતીના પગલાં રૂપે 2243 લોકો ને આશ્રયસ્થાન માં સ્થળાંતર કરવા માં આવેલ છે.

Jamnagar alert: સવારના 10:00 વાગ્યા સુધીમાં જામનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડા ના કારણે સલામતીના પગલાં રૂપે 2243 લોકો ને આશ્રયસ્થાન માં સ્થળાંતર કરવા માં આવેલ છે.

  • 998 જેટલા હોર્ડિંગ્સ ઉતરી લેવામાં આવેલ છે

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૭ મે:
Jamnagar alert: જામનગર જિલ્લાના કાલાવડ ગામે સ્લમ વિસ્તાર માથી વાવાઝોડા ની સામે સાવચેતી ના ભાગરૂપે સ્થળાંતર ની કામગીરી તેમજ ખાનકોટડા ગામે કાચા મકાન મા રહેતા 25 વ્યક્તિ નું શાળામાં સ્થળાંતર મા લાઇઝન અધિકારી કિર્તન મેડમ,મામલતદાર ઈશિતા ,તાલુકા વિકાસ અધિકારી અને સમગ્ર સ્ટાફ ની કામગીરી કરી લોકો ને સલામત સ્થળે ખસેડયા હતા

NDRF ની 25 જવાન અને બોટ સાથેની એક ટીમ ને જોડીયા અને ધ્રોલ તાલુકા માં તાકીદની બચાવ અને રાહતની કામગીરી અર્થે જોડીયા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.

Whatsapp Join Banner Guj

જિલ્લામાં તાકીદની બચવા, રાહતની કામગીરી માટે
મહેસુલ વિભાગની – 14
ફોરેસ્ટ વિભાગ-4
રોડ અને બિલ્ડીંગ – 6
PGVCL-8
આરોગ્ય વિભાગની- 12
જેટલી QRT ટીમની રચના

jamnagar cyclone

દ્વારકા.

જિલ્‍લામાં વાવાઝોડાને સંદર્ભે વઘુ નવ 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવામાં

‘‘તૌકતે’’ વાવાઝોડાથી દેવભૂમિ દ્વારકા જિલ્લા માં 108ની ટીમો તૈનાત કરવામાં આવેલ છે. હાલ કાર્યરત 11 એમ્‍બ્‍યુલન્‍સ સાથે વઘુ 9 એમ્‍બ્‍યુલન્‍સ મળી, કુલ વીસ 108 એમ્બ્યુલન્સ જિલ્‍લામાં કાર્યરત થશે.
ખાસ કરીને દરીયાઇ વિસ્તારોમાં સંભવિત રીતે ઉપસ્થિત થનાર વિકટ પરિસ્‍થિતિમાં ઝડપથી પહોંચી વળવા મદદરૂપ થશે.

આ પણ વાંચો…આ કંપનીએ તૈયાર કરેલા પ્રથમ બે ‘મેડિકલ-ગ્રેડ oxygen generation unit’ સુરતની સિવિલ તથા સ્મીમેર હોસ્પિટલને અર્પણ કર્યા..!