CM rupani cyclone meeting 1705

Tauktae update: રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા 06 કલાકથી આશરે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયું છે.

Tauktae update: અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન/વાવાઝોડું “તાઉ’તે” જે હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે; તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા 06 કલાકથી આશરે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી લાઈવ

ગાંધીનગર, ૧૭ મે: Tauktae update: આ વાવાઝોડું મુંબઈની પશ્ચિમે 150 કિલોમીટર, દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વ દરિયાકાંઠાથી આશરે 220 કિલોમીટર, વેરાવળ બંદરના દક્ષિણપૂર્વ દિશાથી આશરે 260 કિલોમીટર તથા પાકિસ્તાનના કરાંચી બંદરના પૂર્વ-દક્ષિણપૂર્વ દિશાથી લગભગ 490 કિલોમીટરના અંતરે છે.

Whatsapp Join Banner Guj

એક અંદાજ પ્રમાણે આ (Tauktae update) વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે; તા.17 મૅ, 2021ના રોજ પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી/કલાક પણ થઇ શકે છે.

આ પણ વાંચો…Jamnagar alert: જામનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડા ના કારણે સલામતીના પગલાં રૂપે 2243 લોકો ને આશ્રયસ્થાન માં સ્થળાંતર કરવા માં આવેલ છે.