IRCTC thumbnail

IRCTCની નવી વેબસાઈટ લોન્ચ, હવે દર મિનિટે 10000થી વધારે ટિકિટ બુકિંગ ઝડપથી કરી શકાશે

ટ્રાવેલ ડેસ્ક,31 ડિસેમ્બરઃ ઘણી વખત એવુ બને છે કે ફરવા જવું હોય છે, પરંતુ કેવી રીતે જવું ઓછા પૈસામાં સરળ રીતે પ્રવાસ કોણ કરાવે. તો હવે તે સમસ્યાનું નિવારણ હેતુથી ટૂંક સમયમાં ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઈટ એક નવા રંગરૂપની સાથે તમારી સામે આવશે. હકીકતમાં રેલવે મંત્રી 31 ડિસેમ્બર 2020ના રોજ બપોરે 12 વાગે IRCTCની નવી વેબસાઈટ લોન્ચ કરશે. આ નવી વેબસાઈટ પર ટિકિટ બુક કરવાનું એકદમ સરળ અને ઝડપી હશે.

whatsapp banner 1

રેલવે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, IRCTCની વેબસાઈટ અને એપ અપગ્રેડ થઈ ગયા બાદ મુસાફરો પહેલા કરતા વધારે ઝડપી અને કોઈપણ તકલીફ વગર સરળતાથી ટિકિટ બુક કરાવી શકશે. જણાવી દઈએ કે, વેબસાઈટમાં હવે પહેલા કરતા વધારે એડ પણ દેખાશે. તેનાથી IRCTCને વધારે રેવેન્યુ મળવાની પણ શક્યતા છે.

IRCTCની નવી વેબસાઈટ પર દર મિનિટે 10000થી વધારે ટિકિટ બુક થઈ શકશે. અગાઉ દર મિનિટે 7500 ટિકિટ બુક થઈ શકતી હતી. રેલવેની ઈ-ટિકિટિંગ વેબસાઈટનો હેતુ મુસાફરોને તેમની ટ્રેનની મુસાફરી માટે સંપૂર્ણ સુવિધા પૂરી પાડવાનો છે.

આ પણ વાંચો….

loading…