WRWWO function at Rajkot 2 rotated

પશ્ચિમ રેલ્વે મહિલા સંગઠનના પ્રમુખ દ્વારા ઓખા સ્થિત લેડીઝ રનીંગ રૂમનું ઉદ્ઘાટન અને મહિલા શક્તિની પ્રશંસા કરવામાં આવી

WRWWO Smt Tanuja kansal Function at rajkot
પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનના પ્રમુખ શ્રીમતી તનુજા કંસલ ઓખા સ્ટેશન ખાતે નવનિર્મિત એનેક્સી બિલ્ડિંગમાં મહિલા કર્મચારીઓ માટે બાંધવામાં આવેલા લેડીઝ રનીંગ રૂમનું ઉદઘાટન અને મહિલાઓ માટે ઓટોમેટિક વોશિંગ મશીન દાન કરતાં.

 અમદાવાદ, ૧૭ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનના પ્રમુખ શ્રીમતી તનુજા કંસલે રાજકોટ ડિવિજનના પ્રવાસ દરમિયાન રાજકોટ ડિવિજનની એ તમામ મહિલા કર્મચારીઓ, વિશેષત: રનિંગ સ્ટાફ ધ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્ય અને સમર્પિત પ્રયત્નોની પ્રશંસા કરી, જેઓએ પૂરા લોક્ડાઉન દરમિયાન માલ ભાડા અને ગૂડ્સ ટ્રેન સેવાઓને સતત ચાલુ રાખી.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ શ્રીમતી તનુજા કંસલે કોરોના યોદ્ધાઓ,ખાસ કરીને મહિલા કર્મચારીઓ દ્વારા વિના મૂલ્યે કરેલા સમર્પિત પ્રયાસોની પ્રશંસા કરી. શ્રીમતી કંસલે મહિલા કર્મચારીઓની હિંમત અને સમર્પણની ભાવનાની પ્રશંસા કરી, જેમણે પરીક્ષાની આ ઘડીમાં સખત મહેનત કરી. તેમના સારા કાર્યોને માન્યતા આપવા અને તેમના ધૈર્ય અને હિંમતને વંદન આપવા માટે શ્રીમતી તનુજા કંસલ દ્વારા ઓખા સ્ટેશન પર નવા બનેલા એનેક્સી બિલ્ડિંગમાં મહિલા કર્મચારીઓ માટે રનીંગ રૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું.

Railways banner

આ પ્રસંગે શ્રીમતી તનુજા કંસલે પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન વતી લેડિઝ રનીંગ રૂમને ઓટોમેટીક વોશિંગ મશીન દાન તરીકે આપ્યું. આનાથી મહિલા કર્મચારીઓને ફાયદો થશે અને તેઓ તેમની લાંબી ડ્યૂટિ કલાકો પછી યોગ્ય આરામ મેળવી શકશે. શ્રી ઠાકુરે કહ્યું કે પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠને ઘણા પ્રશંસનીય કલ્યાણકારી કાર્યો કર્યા છે અને પશ્ચિમ રેલ્વેના કર્મચારીઓની વૈવિધ્યસભર અને અસંખ્ય જરૂરિયાતો પણ પૂરી કરી છે. આમાં રાષ્ટ્રીય આપત્તિના પ્રસંગે સંગઠન દ્વારા આર્થિક સહાય પૂરી પાડવી અને રાહત સામગ્રીની યોગ્ય વ્યવસ્થામાં યોગ્ય સંકલન જાળવવાનો સમાવેશ થાય છે.