હવે, 1 જાન્યુઆરીથી આ ફોનમાં નહીં યૂઝ કરી શકાય Whatsapp, જોઇ લો તમારો ફોન તો આમાંથી એક નથી ને?

whatsapp1200 1 edited

ટેક ડેસ્ક,17 ડિસેમ્બરઃ અત્યારે જાણીતી ઇન્સટન્ટ મેસેજિંગ એપ Whatsappનો ઉપયોગ હર કોઇ કરે છે. મોટા શહેરાના લોકોથી લઇને નાના ગામના લોકો પણ આ મેસેજિંગ એપને પોતાના સ્માર્ટફોનમાં ઇનસ્ટોલ કરીને યુઝ કરે છે. હવે સમાચાર આવ્યાં છે કે, વોટ્સએપ સપોર્ટ આગામી વર્ષની શરૂઆત એટલે કે 1 જાન્યુઆરી 2021થી કેટલાંક સ્માર્ટફોન્સ માટે બંધ કરી દેવામાં આવશે. જે સ્માર્ટફોન્સમાં Whatsapp સપોર્ટ નહી કરે તેમાં એન્ડ્રોયડ અને આઇફોન સામેલ છે. એટલે કે જૂના વર્ઝનના સોફ્ટવેરમાં Whatsapp કામ નહી કરે.

રિપોર્ટ અનુસાર iOS 9 અને એન્ડ્રોયડ 4.0.3 ઓપરેટિંગ સિસ્ટમ કરતાં પણ જૂના વર્ઝન પર ચાલતા સ્માર્ટફોન્સ પર Whatsapp કામ નહી કરે. iPhone 4 અથવા તેનાથી જૂના આઇફોન પરથી પણ Whatsappનો સપોર્ટ ખતમ કરવામાં આવી શકે છે. જો કે તેનાથી આગામી વર્ઝનના આઇફોન એટલે કે iPhone 4s, iPhone 5s, iPhone 5C, iPhone 6, iPhone 6sમાં જો જૂનુ સોફ્ટવેર હોય તો તેને એપડેટ કરી શકાય છે.

whatsapp banner 1

અપડેટ કર્યા બાદ આ આઇફોન મોડેલમાં Whatsapp ચલાવી શકાશે. એન્ડ્રોયડ સ્માર્ટફોન્સની વાત કરીએ તો Android 4.0.3 કરતાં પણ જૂના વર્ઝન પર ચાલતા સ્માર્ટફોન્સ પર Whatsappનો સપોર્ટ નહીં મળે. ઉલ્લેખનીય છે કે, Whatsapp સમયે સમયે આવું કરે છે. હવે સતત નવી અપડેટ્સ અને સિક્યોરિટી પેચ આપવામાં આવે છે. તેવામાં જૂના વર્ઝનના સોફ્ટવેરમાં સપોર્ટ આપવો કંપની માટે શક્ય નથી.

નવા સિક્યોરિટી પેચના કારણે પણ ઘણીવાર કંપની સલાહ આપે છે કે જૂના વર્ઝનના સોફ્ટવેર પર ચાલતા સ્માર્ટફોન યુઝ ન કરો. તેથી તમારી પાસે પણ જો જૂનો આઇફોન અથવા એન્ડ્રોયડ સ્માર્ટફોન હોય તો સેટિંગ્સમાં જઇને અપડેટ ચેક કરી લો.
આ પણ વાંચો…
સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, આ એક્ટ હેઠળ મકાન માલિક અને ભાડુઆતને કોર્ટ ધક્કા ખાવાથી મળશે છુટકારો