mansukh vasava

રાજપીપલા માં સાંસદ અને પાલિકા સભ્ય વચ્ચે તું તું મૈ મૈ…

રાજપીપલા માં સાંસદ અને પાલિકા સભ્ય વચ્ચે તું તું મૈ મૈ.

નગર ની રહેણાંક. સોસાયટી માં પેવર બ્લોક ના કામ મામલે વિરોધ થતા મામલો બિચક્યો.

પેવર બ્લોક નું ટેન્ડર 36% નીચું હોવાથી ગુણવત્તા નહિ જળવાય. રહીશો ની આશંકા.

અહેવાલ: સત્યમ બારોટ

રાજપીપલા, ૧૦ ઓક્ટોબર: રાજપીપલા માં આવેલ રાજેન્દ્ર નગર સોસાયટી માં નગર પાલિકા તરફ થી રસ્તા પર પેવર બ્લોક બેસાડવા ની કામગીરી ના ખાતમુહૂર્ત સમયે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને પાલિકા સદસ્ય તેમજ પૂર્વ પ્રમુખ એવા મહેશ વસાવા વચ્ચે પેવર ના કામ મામલે ઉગ્ર બોલાચાલી અને તું તું મેં મેં. થતા મામલો બિચક્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે પાલિકા પણ બાકી રહેલા વિકાસ કામો ઝડપ થી કરવા માંડ્યા છે તે મુજબ આજે રાજપીપલા ની રાજેન્દ્ર નગર સોસાયટી માં પેવર બ્લોક ની કામગીરી નું ખાત મુહૂર્ત કાર્યક્રમ સંસદ સભ્ય મનસુખ વસાવા ને હસ્તે રાખવા માં આવ્યો હતો

જોકે સદર કામ અંગે રહીશો એ. અગાઉ વિરોધ નોંધાવી ટેન્ડર 36 ટકા નીચું મંજુર થયું હોય.ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરી હતી ત્યારે કાર્યક્રમ દરમ્યાન પાલિકા સદસ્ય મહેશ વસાવા એ તે અંગે વિરોધ કરતા વિવાદ વકર્યો હતો અને મનસુખ વસાવા અને મહેશ વસાવા વચ્ચે બોલાચાલી અને તું તું મૈ મૈ થઈગઈ. હતી જોકે અન્ય ઉપસ્થિતો. આગેવાનો એ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. આ સમગ્ર ઘટના વાયુ વેગે ફેલાતા જિલ્લા ભરમાં તેની ચર્ચા ચાલી હતી તો પાલિકા મુખ્ય અધિકારી એ કામો માં ગુણવત્તા જળવાસે તેની જાહેરાત કરી હતી આજની ઘટના ની દુરોગામી અસર પાલિકા ચૂંટણી પર પડશે તે નિશ્ચિત મનાય છે