DJMIT MOU 2

SEEM અને DJMIT મોગર વચ્ચે કાર્યક્ષમ ઊર્જાના વપરાશ અંગે MOU

DJMIT MOU 2
  • સોસાયટી ઑફ એનર્જી એન્જિનિયર્સ એન્ડ મેનેજર્સ ( SEEM ) અને ડૉ . જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ( DJMIT ) મોગર વચ્ચે કાર્યક્ષમ ઊર્જાના વપરાશ અંગે MOU
  • બંને સંસ્થાઓ સાથે મળીને રિસર્ચ સ્ટડી અને ઇજનેરી ઉપયોગીતા ઉપર એક બીજાને સહયોગ આપશે
  • વિદ્યાર્થીઓને ઉભરતા ક્ષેત્રોમાં રોજગારી અને સેલ્ફ એન્ટરપ્રેનીયરશીપની તકો મળશે

આણંદ, ૧૦ ઓક્ટોબર: ડૉ . જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી , મોગર, આણંદ ખાતે શનિવારે એનર્જી એફિશિયન્સી ( કાર્યક્ષમ પણે ઉર્જાનો વપરાશ ) પર બંને સંસ્થા સાથે મળીને કામ કરવાના એમ.ઓ.યુ.પર બંને સંસ્થા ઓના પ્રતિનિધિઓએ હસ્તાક્ષર કર્યા હતા.
SEEM ભારતની ઉર્જા વપરાશ પર કાર્યક્ષમતા અને ઉર્જા બચતની વિવિધ કાર્ય પ્રણાલિ પર કાર્યરત અગ્રણી સંસ્થા છે જે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી , મિનિસ્ટ્રી ઓફ પાવર તથા અન્ય સંલગ્ન સંસ્થાઓ સાથે મળીને એનર્જી એફિશિયન્સી ક્ષેત્રે કાર્ય કરી રહી છે.

ડી.જે.એમ.આઈ. ટી છેલ્લા એક દાયકાથી આણંદ જિલ્લાની અગ્રણી ઇજનેરી કોલેજ છે, જે કલાયમેટ ચેન્જ , એનર્જી એફિશિયન્સી , ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ( ICT ) જેવા મહત્વના વિષયો પર સેંટર ઓફ એક્સસલેન્સ ( COE ) દ્વારા કામ કરી રહી છે. કલાયમેન્ટ ચેન્જ એનર્જી એફિશિયન્સી જેવા વિષયને કાર્બન એમિસન અને ડીપ ડી – કાર્બોનાઝેશન સાથે સાંકળીને વિશ્વ આખાની જેની ઉપર નજર છે તેવા વિષયો ઉપર બંને સંસ્થાઓ સાથે મળીને રિસર્ચ સ્ટડી અને ઇજનેરી ઉપયોગીતા ઉપર એક બીજાને સહકાર આપશે.

DJMIT MOU

SEEM , થીરુઅનંતપુરમ જેના સમગ્ર ભારતમાં ચેપ્ટર્સ છે તેના તરફ થી SEEM , ગુજરાત ચેપ્ટરના વડા અને સીમના નેશનલ ટ્રેઝરર શ્રી અલ્પેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે એનર્જી એફિશિયન્સી સંલગ્ન કાર્ય માં DJMIT એ CEPT અમદાવાદ બાદ ગુજરાત રાજ્યની એક માત્ર ઇજનેરી કોલેજ છે જે SEEM સાથે જોડાઈ રહી છે જે એક આગવી પહેલ છે . આ પ્રસંગે આણંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનર્જી એફિશિયન્સી એન્ડ કલાયમેટ ચેન્જ ( AISECC ) જે DJMIT કોલેજનું ઉર્જા અને પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત COE છે. તેના વડા અને એશિયન ડેવલપમેન્ટ બેંક , કલાયમેટ ચેન્જ પેનલિસ્ટ શ્રી અજય દેશપાંડે એ શુભેછા આપતાં બંને સંસ્થાઓનું આ MOU દ્વારા સંયુક્ત કામગીરી DJMIT ના વિદ્યાર્થીઓને ઉભરતા ક્ષેત્રોમાં રોજગારી અને સેલ્ફ એન્ટરપ્રેનીયરશીપની તકો પુરી પાડશે તેવી આશા વ્યક્ત કરી હતી . DJMIT કોલેજના ચેરમેન, ડિરેક્ટર્સ તથા સંસ્થાના વિવિધ શાખાઓના વડાઓ દ્વારા આ પ્રસંગે શુભેચ્છા આપવામાં આવી હતી .

સોસાયટી ઑફ એનર્જી એન્જિનિયર્સ એન્ડ મેનેજર્સ ( SEEM ) ની વધુ માહિતી માટે વેબસાઈટ https://seemindia.org તથા ડૉ . જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ( DJMIT ) ની વધુ માહિતી માટે કોલજ ની વેબસાઈટ www.djmit.ac.in ની મુલાકાત લેવા જણાવાયુ છે.

loading…