Kisan gov meeting

ગૃહમંત્રી અમિત શાહ સાંજે 7 વાગે કિસાન નેતાઓને મળશે.. ઉકેલાવાની આશા…

Amit shah speech 2 edited

અમદાવાદ, ૦૮ ડિસેમ્બર: ગૃહમંત્રી અમિત શાહ હવે કૃષિ સુધારા કાયદાને લઈને આંદોલનને કરી રહેલા ખેડૂતો ને મળવા માટે તૈયાર થયાં છે. ગૃહમંત્રી અમિત શાહે 8 ડિસેમ્બર 2020 ના રોજ એટલે કે આજે સાંજે 7 વાગ્યે મળવા ખેડૂત નેતાઓના પ્રતિનિધિમંડળને આમંત્રણ આપ્યું છે. 

આ વાતની પુષ્ટિ કરતાં ખેડૂત નેતા રાકેશ ટીકૈતે માહિતી આપી છે કે તેઓ ખેડુતોના મુદ્દાઓ પર સાંજે સાત વાગ્યે અમિત શાહને મળશે. 8 ડિસેમ્બરના રોજ ભારત બંધના એલાન આપીને છેલ્લા 13 દિવસથી નવા કૃષિ કાયદાઓ સામે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહયાં છે. જોકે આજે દેશના મોટાભાગના રાજ્યોમાં બંધની મિશ્ર અસર જોવા મળી છે. બીજી તરફ ખેડૂતોએ 4 કલાકના ચક્કાજામ પછી રસ્તાઓ પરથી હટવાનું શરૂ કર્યું છે. ખેડૂતોએ આપેલા ભારત બંધ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલ સાથે વાત કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.0

whatsapp banner 1

ભારત બંધની અસર દેશના ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે. રાજસ્થાનના જયપુરમાં આ દરમિયાન બીજેપી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામ-સામે આવી ગયા છે. ખેડૂતોએ બંધના ભાગરૂપે દિલ્હી-મેરઠ હાઈવેને જામ કર્યો છે. કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 13મો દિવસ છે. જોકે ઘણાં બધાં રાજ્યોમાં બંધથી બહુ ફરક પડ્યો નથી.