Donkey 3

ગદર્ભની બે પ્રજાતિઓ હાલારી અને કચ્છીને કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા

Donkey 3
  • આણંદ વેટરનરી કોલેજ ના એનિમલ જિનેટિક વિભાગનું સંશોધન
  • ગદર્ભની બે પ્રજાતિઓ હાલારી અને કચ્છીને કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા
  • હાલારી પ્રજાતિ ગદર્ભ મોરબી , દ્વારકા ,જામનગર , જ્યારે સ્પિતિ પ્રજાતિ હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે: ડો.ડી.એન.રાક

અહેવાલ: નિખિલેશ ઉપાઘ્યાય, આણંદ

આણંદ,૧૧ સપ્ટેમ્બર:વેટરનરી કોલેજ આણંદ કૃષિ યુનિવર્સિટીના એનિમલ જીનેટીક્સ અને બ્રીડિંગ (પશુ સંવર્ધન શાસ્ત્ર) વિભાગ પાલતુ પશુઓની વણઓળખાયેલી ઓલાદો વિશે અભ્યાસ કરી આવી ઓલાદોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાનું કામ કરે છે.

dr

આણંદ વેટરનરી કોલેજના પશુ ચિકિત્સક અને તજજ્ઞ ડો. ડી.એન.રાક ના જણાવ્યા અનુસાર છેલ્લા છ-સાત વર્ષમાં આ વિભાગે અશ્વની કચ્છી-સિંધી, ઘેટાની પાંચાલી, બકરીની કાહમી, ગાયની ડગરી અને ઉંટની ખારાઇ ઓલાદોને રાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાવી છે.
આ યાદીમાં છેલ્લે ગદર્ભની બે ઓલાદો હાલારી અને કચ્છી ગદર્ભનો ઉમેરો થયો છે. આ ઓલાદોની ઓળખ અને નોંધણીમાં કચ્છની સહભાગી સંસ્થા સહજીવન ટ્રસ્ટની સહાયતા સોપડી છે.
આ ઓલાદોનો અભ્યાસ કરી તેનો રિપોર્ટ રાજ્ય સરકારના પશુપાલન ખાતા મારફત કર્નાલ (હરિયાણા) ખાતે આવેલ રાષ્ટ્રીય સંસ્થા નેશનલ બ્યુરો ઓફ એનિમલ જીનેટિક રિસોર્સીસ (NBAGR) ખાતે મોકલવામાં આવેલ હતો જે મંજૂર થતાં રાજ્યની સાત જેટલી નવી ઓલાદોને ઓળખ મળી છે.

આમ ગુજરાત રાજ્ય દેશમાં રાજસ્થાન પછી બીજા નંબરનું સૌથી વધારે પશુ ઓલાદો (૨૪ ઓલાદો) ધરાવતું રાજ્ય બન્યું છે. હાલમાં જ માન્યતા પ્રાપ્ત થયેલ હાલારી ગદર્ભ જે અન્ય ગદર્ભથી જુદા તરી આવે છે. તે સંપૂર્ણ સફેદ ઊંચા કદાવર અને ખડતલ ઓલાદ છે. આ ઓલાદની નોંધણી પહેલાં દેશમાં માન્યતા પ્રાપ્ત માત્ર એક જ ઓલાદની નોંધણી હતી અને તેમાં હાલારી અને કચ્છી ગદર્ભનો ઓલાદના ઉમેરો થતાં દેશની બીજી અને ત્રીજા નંબરની ઓલાદ બની છે.
ગદર્ભનો ઉપયોગ ઈંટો અને માટીના વહન માટે તેમજ પહાડી પ્રદેશમાં માલ-સામાનને ઊચાઈ પર ચઢાવવામાં થાય છે અને આ ધંધા સાથે સંકળાયેલ જાતીના લોકો દા.ત. કુંભ કલાકાર, ઈંટ ભઠ્ઠાવાળા પાળતા હોય છે. પરંતું હાલારી ગદર્ભ સામાન્ય રીતે હાલાર પ્રદેશ એટલે કે જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી અને થાન પ્રદેશમાં રબારી ભરવાડ લોકો પાળે છે અને આ જાતિના લોકો પોતાના ઘેંટા-બકરા સાથે સ્થળાંતર કરતાં હોવાથી પોતાનો માલ-સામાન, ઘરવખરી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા માટે ગદર્ભને પાળે છે. પરંતુ આ ગર્દભ ઓલાદને માત્ર માલવાહક તરીકે જ ન જોતાં સ્વાસ્થ વર્ધક ઔષધના સ્ત્રોત તરીકે જોવા મળે તેવી શક્યતા ઊભી થઈ છે. ગામડામાં જૂના સમયમાં બાળકને ઉટાટીયું (મોટી ઉધરસ થતી) તો ગદર્ભનું દૂધ પીવડાવવામાં આવતું.

Donkey

એવું કહેવાય છે કે ઈજીપ્તની મહારાણી ક્લીઓપેટ્રરા માદા ગદર્ભના દૂધથી સ્નાન કરતી હતી , એવું માનવામાં આવે છે કે માદા ગદર્ભ ના દૂધમાં રહેલા કેટલાક ઔષધિય ગુણોને લીધે તે સૌદર્યવર્ધક તેમજ યુવાન દેખાવ જળવાઈ રહે તેવું કાર્ય કરે છે. આથી પરદેશમાં માદા ગદર્ભના દૂધની ઘણી ઊંચી કિમત એક રીપોર્ટ મુજબ એક લીટરના આશરે ૭૦૦૦/- રૂ જેટલી બોલાય છે.
ભારતમાં પણ કેટલાક સૌંદર્ય પ્રસાધન ઉત્પાદક ગૃહોને તથ્ય જણાતા અને રસ પડતા ગદર્ભ પાળતા માલધારીઓ પાસેથી દૂધ મેળવવા પ્રયાસ કર્યો છે.

ઉપરાંત આ ઓલાદને માન્યતા મળતા રાજ્ય સરકારશ્રીએ પણ ચાણસ્મા ખાતે હાલારી ગદભૅનું સંવર્ધન કેન્દ્ર શરૂ કર્યું છે. તેમજ ૩૪ ગદર્ભ પાળેલ છે. હિસાર ખાતેના રાષ્ટ્રીય અશ્વ સંશોધન કેન્દ્રએ પણ હાલારી ગદર્ભ મેળવી સંવર્ધન શરૂ કર્યું છે. ગદર્ભ ના દૂધમાં રહેલ ઔષધિય પરખ માટે આવી સંસ્થાઓ કાર્ય કરી શકે. હમણાં સુધી ઊંટના દૂધ વિષે ખાસ જાણકારી નોહતી. પરંતુ હવે અમૂલ જેવી મોટી સંસ્થા અને રાજ્ય સરકારની પહેલથી ઊંટના દૂધનું એકત્રિકરણ અને તેનું પ્રોસેસીંગ અને બનાવટોનું ઉત્પાદન શરૂ કરી જેમ ઊંટના દૂધની ચોકલેટ ઊંચી કિંમતે વેચાણમાં મૂકી છે,

Donkey 2 edited

તેવી રીતે નજીકના સમયમાં ગદર્ભ ના દૂધમાથી સાબુ, સેમ્પુ અને અન્ય સૌદર્ય પ્રસાધનો મળતા થાય તો નવાઈ નહી. વળી આ પ્રસાધનો ઓર્ગેનિક હોય લોકો ઊંચી કિંમતે ખરીદ કરે તેવી શક્યતા છે. જો આવી કોઈ યોજના સફળ થાય તો માત્ર જૂજ સંખ્યામાં (આશરે ૧૧૦૦) બચેલ આ ગદર્ભ ઓલાદ પાળતા માલધારી લોકોને આવકનું એક મોટું અને નવું સાધન મળી રહે અને તેમના જીવન-ધોરણમાં સુધારો થઈ શકશે.

loading…