Ajagar Jamnagar 2 edited

જામનગરના લાલપુરના સનોસરા ગામે 11ફૂટ લાંબો અજગર મળી આવ્યો…

Ajagar Jamnagar 2 edited

ગ્રામજનો લાખોટા નેચર કલબને જાણ કરતા સભ્યોએ અજગરને પકડી જંગલમાંથી છોડી દીધો

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૧ સપ્ટેમ્બર:જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સનોસરા ગામે વાડી વિસ્તારમાં અચાનક 11 ફૂટની લંબાઇ ધરાવતો 19 કિલોનો મહાકાય અજગર નજરે પડતા ગ્રામજનોમાં અચરજ થવા પામ્યું હતું. ગભરાયેલા ગ્રામજનોએ અજગરનો જીવ બચાવવા તાત્કાલિક જામનગરની પર્યાવરણ અને જીવદયાનું કાર્ય કરતી લાખોટા નેચર કલબને જાણ કરતા સંસ્થાના સદસ્યો લાલપુર દોડી ગયા હતા.

Ajagar Jamnagar

લાખોટા નેચરકલબના સદસ્યો અમીત મહેતા, સાગર કનસાગ્રા, જીગ્નેશ મેઘનાથી, શબ્બીર વીજળીવાલા, જીગ્નેશ નાકર અને લાલપુર વનવિભાગના કર્મચારીઓ દ્વારા જીવના જોખમે સનોસરા ગામે રેસ્કયુ કરી મસમોટા 11 ફૂટ લાંબા અજગરનું રેસ્કયુ કરી તેને વાડી વિસ્તાર અને રહેણાંક વિસ્તારથી દૂર જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો,

loading…

લાખોટા નેચર કલબ દ્વારા સનોસરા ગ્રામજનોનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો કે અજગરને હાનિ પહોંચાડયા વગર કલબને જાણ કરવામાં આવતા અજગરને નવજીવન આપવામાં આવ્યું હતું.