element5 digital jCIMcOpFHig unsplash

ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા દિવસે દિવસે પાછળ ધકેલાઈ રહી છે:દોશી

Manish Doshi
ડૉ. મનીષ દોશી
મુખ્યપ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ

દેશમાં શિક્ષણનો અધિકાર છીનવાશે, શિક્ષણનું વ્યાપારીકરણ વધશે, સરકારી સંસ્થાઓને નાણાં ન ફાળવણી, શિક્ષણ પાછળનાં ખર્ચમાં ઘટાડો, સ્કોલરશીપમાં ઘટાડો, રાષ્ટ્રીય નામના પાત્ર સંસ્થાઓ પર સતત હુમલો અને સ્વાયત્તતા છીનવવા સતત છ વર્ષ હુમલા કરનાર કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્યપ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકારે શિક્ષણ પાછળનાં નાણાં ખર્ચમાં સતત ઘટાડો કર્યો, ૨૦૧૮-૧૯માં ૧૦વર્ષનાં સૌથી ઓછા નાણાં શિક્ષણ પાછળ ફાળવણી, યુનિવર્સિટી અને રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા પર મોટો હુમલા થયા, સ્કોલરશીપમાં સતત ઘટાડો, sc-stનાં વિધાર્થીને આપતી વિવિધ પ્રોત્સાહિત સ્કોલરશિપ / ફેલોશીપમાં ઘટાડો કર્યો, શિડયુલ કાસ્ટ- સ્કોલરશિપની રકમ ૮૬૦૦ કરોડ રૂપિયાની સામે મોદી સરકારે બજેટમાં માત્ર ૩૦૦૦ કરોડ રૂપિયા જ પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ દલિત અને અતિ પછાત વર્ગ માટે, જે સંસ્થા કાગળ પર અસ્તિત્વમાં નથી તે જીઓ યુનિવર્સિટી રાતોરાત- ૨૦૧૮માં ( Institution of Eminence), PM Research Fellowship-૩૦૦૦ ફેલોને આપવાની જાહેરાતમાંથી માત્ર ૧૩૫ જ પસંદ, નાણાં જે ગ્રાન્ટ સ્વરૂપે આપતા હતા શિક્ષણનાં વ્યાપ માટે,સુવિધાઓ માટે, સંશોધનો માટે તે નાણાં હવે મોદી સરકારે લોનમાં રૂપાંતરિત કરી દીધા. આ બધા પગલાંથી શિક્ષણ વ્યવસ્થાને મોટું નુકસાન થયું છે.

કેન્દ્ર સરકારની નવી શિક્ષણનીતિનાં જાહેરાત સમયે શિક્ષણમાં આમૂલ પરિવર્તનની વાહવાહી કરી રહી છે પણ હકીકતમાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા દિવસે દિવસે પાછળ ધકેલાઈ રહી છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની હકીકત રજૂ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્યપ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ૧૯૯૫ સુધી ગુજરાત શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશ ૯ માં ક્રમાંકે જ્યારે વર્ષ ૨૦૧૬-૧૭ ગુજરાત ૧૯માં ક્રમાંકે ધકેલાઈ ગયું છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨માં ભાષા અને ગણિત,વિજ્ઞાનનાં પરિણામો ચિંતાજનક છે. નવી શિક્ષણ નીતિમાં સેમિસ્ટર સિસ્ટમ દાખલ કરવાની જાહેરાત,પણ ગુજરાતમાં નિષ્ફળ જતા વર્ષ ૨૦૧૬-૧૭માં પરત ખેંચાવની ફરજ પડી રાષ્ટ્રીયકક્ષાએ ભાષાના પ્રોત્સાહનની વાત પણ હકીકતમાં “લેંગ્વેજ લેબ” સૌથી મોટું કૌભાંડ છે જે આજે ધૂળ ખાય છે. ટેકનોલોજીના વ્યાપની વાતો કરતી ભાજપ સરકારમાં કરોડો રૂપિયાના કોમ્યુટર ધૂળ ખાય છે અને કોમ્યુટર ટીચરની ચાર વર્ષથી ભરતી કરવામાં આવી નથી.શિક્ષણ વિનાની શાળા , અધ્યાપક વિનાની કોલેજ, કોમ્યુટર ટીચર વગરની લેબ, રમશે ગુજરાત પણ શારીરિક શિક્ષણનાં શિક્ષકો નથી. આ વિસંગતતા ગુજરાતનાં શિક્ષણ વ્યવસ્થાની હકીકત

Photo by Jonas Jacobsson on Unsplash

આઝાદી પછી દેશમાં શિક્ષણ વ્યવસ્થા માટે દીર્ધ દ્રષ્ટિ અને લાંબાગાળાનાં આયોજન, વિચાર, અમલીકરણને લીધે “ભારત નિર્માણ” અંગે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્યપ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે દેશનાં પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુએ આઝાદી પછી ૨૦ વર્ષ બાદ ભારત માટે જરૂરી માનવ સંશોધન ઉભી કરવા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ સહિતની રાષ્ટ્રીય સંસ્થાઓ, યુનિવર્સિટી, યુજીસી,ની સ્થાપના કરવામાં આવી. જેના મીઠાફળ આજે વિશ્વમાં ભારતીયોનો દબદબાથી ચાખી રહ્યા છે.

આધુનિક ભારતમાં શિક્ષણ વ્યવસ્થામાં કોમ્યુટર-ટેલીકોમ્યુનિકેશન-ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ , કોમ્યુટર શિક્ષણ દાખલ કરનાર શ્રી રાજીવ ગાંધી એ નવી શિક્ષણનીતિ ૧૯૮૬માં લાગુ કરીને શિક્ષણ દ્વારા સમાનતા, સમાન તક પર ભાર મુક્યો આજે કોમ્યુટર, ટેલિકોમ્યુનિકેશ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનીં ક્રાંતિથી વિશ્વમાં ભારત અને ભારતીયો અવ્વલ નંબર પર છે. જવાહર નવોદય વિદ્યાલયની સ્થાપના દ્વારા લાખો ગ્રામીણ વિદ્યાર્થીઓના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંઘ અને યુપીએ ચેરપર્શન શ્રીમતી સોનિયા ગાંધીનાએ શિક્ષણનો અધિકાર(RTE) ૬ થી ૧૪ વર્ષનાં બાળકોને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર દ્વારા ૨૫ ટકા ગરીબ બાળકોને ઉચ્ચકક્ષાની શાળામાં અભ્યાસ કરવાની તક મળી રહી છે.કમનસીબે ગુજરાતની ભાજપ સરકારે ચાર વર્ષ સુધી રાઈટ ટુ એજ્યુકેશન અમલ ન કરી ગુજરાતનાં ગરીબ બાળકોનો શિક્ષણનો અધિકાર છીનવ્યો.
IIM, IIT NID, NIFT સેન્ટ્રલ યુનિવર્સિટી જે કોંગ્રેસનાં શાસનમાં સ્થપાઈ જેના લીધે રાષ્ટ્રીયકક્ષાનું શિક્ષણ મળી રહ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ શિક્ષણનીતિ માત્રને માત્ર વધુ એક જુમલા સમાન છે.કેન્દ્ર સરકાર શિક્ષણના અધિકાર માટે ગંભીર હોય તેમ જણાતું નથી.કેન્દ્ર સરકાર શિક્ષણની સ્વાયતતા છીનવવાનું બંધ કરે , શિક્ષણનાં વ્યાપારીકરણને પ્રોત્સાહન આપતી શિક્ષણનીતિ પર પુનઃ વિચાર કરે.