gayatri havan jmc

Gayatri pariwar: જામનગરમાં વાતાવરણને રોગમુક્ત કરવા ગાયત્રી પરિવાર દ્વારા ઘરે ઘરે યજ્ઞ.

Gayatri pariwar: સમગ્ર જિલ્લાના 20 હજાર થી વધુ ઘરો માં ધાર્મિક મંત્રચાર સાથે યજ્ઞ કરાયા

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૬ મે:
Gayatri pariwar: ભારત વર્ષ માં વેદો ને લઈને પૂજા કરવાની પધ્ધતીઓમાં બધી જ જગ્યાએ યજ્ઞ અને હવનનું મહત્વ બતાવવામાં આવ્યું છે. યજ્ઞ એક મહત્વપૂર્ણ વિજ્ઞાન છે, જેમાં ઔષધીય વૃક્ષોના લાકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વિશેષ પ્રકારનો ગુણો હોય છે. અને વાતાવરણ રોગ મુક્ત અને શુધ્ધ બનાવે છે જામનગર માં ગાયત્રી શક્તિ પીઠ દ્વારા ઘરે ઘરે હવન નું આયોજન કરી જામનગર શહેર અને જિલ્લો કોરોના મુક્ત બને તે પ્રયાસ કરવામાં આવ્યો હતો

Whatsapp Join Banner Guj

ભારત વર્ષ માં પ્રાચીન કાળ થી હવન અને યજ્ઞ નું ઘણું મહત્વ રહ્યું છે હજારો વર્ષો પહેલા ઋષિમુનિઓ અને સંતો મહંતો દ્વારા યજ્ઞ અને હવન કરી સકારાત્મક ઉર્જા અને રોગ મુક્ત વાતાવરણ તેમજ અનેક પ્રકારની બીમારીઓ ફેલાવતા બેકટેરિયા નો નાશ કરે છે તેમજ પ્રકૃતિ અને પર્યાવરણ ને પણ સંતુલિત કરે છે તે પ્રમાણે જામનગર શહેર માં પણ કોરોના મહામારી એ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના રોગ નો નાશ કરવા માટે જામનગર ના ગાયત્રી શક્તિ પીઠ દ્વારા શહેર અને જિલ્લા માં ઘરે ઘરે કોરોના ના થાય તે માટે ઔષધીય યુક્ત લાકડા ને હવન સામગ્રી નો ઉપયોગ કરી હવન નું આયોજન કરવાં આવ્યું હતું

આ પણ વાંચો…Happy News: જામનગરમાં કોરોનાના કેસ માં ઘટાડો થતા વિરોધપક્ષ ના નેતા દ્વારા સંચાલિત કેર સેન્ટર બંધ કરાયું

જે અંતર્ગત ગાયત્રી શક્તિ પીઠ દ્વારા શહેર અને જિલ્લા માં 24000 જેટલી હવન ની કીટ ની:sશુલ્ક વિતરણ કરવાં આવી હતી અનેજામનગર શહેર – જિલ્લો કોરોના મુક્ત થાય તે આશા સાથે જામનગર માં ઘરે ઘરે હવન કરવાં આવ્યા હતા જે વ્યક્તિ આ યજ્ઞમાં બેસે છે તેના અને તેની આસપાસના વાયુમંડળમાં તેનો મોટો પ્રભાવ પડે છે.

ADVT Dental Titanium