Fit india freedom Run

અમદાવાદ મંડળ દ્વારા ‘ફીટ ઈન્ડિયા ફ્રીડમ રન’ નું આયોજન

Fit india freedom Run

 અમદાવાદ,૧૪ સપ્ટેમ્બર:પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ દ્વારા અમદાવાદ મંડળ સ્પોર્ટ્સ એસોસિએશન ના તત્વાધાન માં સાબરમતી ક્રિકેટ ગ્રાઉન્ડ પર ‘ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન’ નું આયોજન કરવામાં આવ્યું હતું. એસોસિએશન ના અધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝા, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ ની અધ્યક્ષા શ્રીમતી પ્રીતિ ઝા તેમની કાર્યકારીણી સદસ્યાઓ શ્રીમતી ઉમા મિત્તલ, શ્રીમતી સંજુલ ત્રિપાઠી, શ્રીમતી પ્રીતિ શર્મા તથા શ્રીમતી માયા જનસારી સહિત વરિષ્ઠ શાખા અધિકારી અને રેલકર્મીઓ પણ આ દોડ માં ભાગ લીધો. ડીઆરએમ શ્રી ઝા એ માહિતી આપી હતી કે ભારત સરકાર ના યુવા અને ખેલ મંત્રાલય ના નિર્દેશન માં શુરુ કરવામાં આવેલા આ અભિયાન ને મંડળ સ્તર પર પ્રારંભ કરવામાં આવ્યો. આ અભિયાન 74 સ્વતંત્રતા દિવસ પર પ્રારંભ કરવામાં આવ્યું હતું. તથા મહાત્મા ગાંધી જી ની 151 જયંતી ના ઉપલક્ષ માં 2 ઓક્ટોબર 2020 સુધી ચલાવામાં આવશે.     

સ્પોર્ટ્સ એસોસિએશન ના સેક્રેટરી અને સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર શ્રી અભિષેક કુમાર સિંહે જણાવ્યું હતું કે કોરોના વૈશ્વિક રોગચાળાના સમય માં મંડળ પર પહેલીવાર ઓનલાઇન ચેઝ પ્રતિયોગતા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન અવરોધ અને ફૂટબોલ ગેમ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા સંગઠનની અધ્યક્ષા શ્રીમતી પ્રીતિ ઝા દ્વારા સફળ અધિકારીઓ અને કર્મચારીઓ ને એવોર્ડ પણ અપાયો હતો.   

loading…

પશ્ચિમ રેલ્વે ના મુખ્યાલય પર મહાપ્રબંધક શ્રી આલોક કંસલ દ્વારા તેની શરૂઆત કરવામાં આવી છે. શ્રી ઝા એ જણાવ્યું હતું કે સ્વસ્થ શરીર માં સ્વસ્થ મગજ નો વાસ હોય છે જે આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે જરૂરી છે. આ પહેલની અનોખી વિશેષતા એ છે કે કોઈપણ રેલ્વે કાર્યકર તેની સુવિધા પ્રમાણે ગમે ત્યાં ચાલી શકે અથવા દોડી શકે છે. કોરોના રોગચાળા સામે લડવા માટે હાલમાં સામાજિક અંતરના માપદંડનું પાલન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે અમે રેલ્વે કર્મચારીઓને મોટી સંખ્યામાં આ ‘ફીટ ઈન્ડિયા ફ્રીડમ રન’ માં જોડાવા અને તેમના જીવનને સ્વસ્થ બનાવવા પ્રોત્સાહિત કરીશું. કાર્યક્રમના સફળ સંચાલન માં મુખ્ય કલ્યાણ નિરીક્ષક રાજેશ ઠાકુર, લલિત ઝા અને રામકેશ મીણા એ નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.