CM Pashupalak 3

રાજ્ય સરકારે ગ્રામીણસ્તરે કયા ૪૫ સેવાસેતુના આરંભ કર્યા જાણો વિગત..

CM Muhurt Vadodara 3

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નિર્ણાયક નેતૃત્વમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ડિઝીટલ ક્રાંતિની ઐતિહાસિક પહેલ ડિઝીટલ સેવાસેતુમાં નાગરિકોની ર૮ લાખથી વધુ અરજીઓ મળી

લાખો ગ્રામીણ નાગરિકોએ ઘર આંગણે વિવિધ સરકારી સેવાઓનો લાભ મેળવ્યો

  • હાલ ૮ હજાર ગામોમાં ૪પ જેટલી સરકારી સેવાઓ ઘરે બેઠા લોકોને મળે છે
  • ર૦ર૧માં રાજ્યની તમામ ગ્રામ પંચાયતો ભારત નેટ ઇન્ટરનેટથી ડિઝીટલ સેવાસેતુ અન્વયે જોડાઇ જશે
  • ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ જનસેવાલક્ષી વ્યવસ્થાઓમાં કરવાની મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રતિબદ્ધતા ‘ઇઝ ઓફ લીવીંગ’માં આવ્યો નવતર વેગ
  • ભારત નેટ ઇન્ટરનેટ અન્વયે ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક અને ૧૦૦ MBPS સ્પીડથી ગ્રામ પંચાયતોને નેટ જોડાણ
  • ભારત નેટ ફેઇઝ-ર ના ગુજરાત માં અમલની સંપૂર્ણ જવાબદારી લઇને રાજ્ય સરકારે મોટાભાગની કામગીરી પૂર્ણ કરી દીધી છે

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ

ગાંધીનગર, ૦૧ જાન્યુઆરી: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના સામાન્યમાં સામાન્ય માનવીને પણ પોતાના ગામમાંથી જ વિવિધ સરકારી સેવાઓ ઘરેબેઠા મળે તેવી ઐતિહાસિક ડિઝીટલ ક્રાંતિ ડિઝીટલ સેવાસેતુના સફળ અમલથી રાજ્યમાં શરૂ કરાવી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની સેવાઓમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી પ્રજાજનો માટે ઇઝ ઓફ લિવીંગ વધારવાની નેમ સાથે ઓકટોબર-ર૦ર૦માં આ ડિઝીટલ સેવાસેતુનો પ્રારંભ ર૦૦૦ ગામોમાં રર જેટલી વિવિધ સરકારી સેવાઓ-યોજનાઓ પહોચાડવા સાથે કરાવ્યો હતો.

whatsapp banner 1

શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગે છેક ગ્રામ્યસ્તર સુધી ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક અને ભારત નેટ ઇન્ટરનેટ અન્વયે ૧૦૦ MBPSની સ્પીડ સાથે નેટ કનેકટીવીટી સફળતાપૂર્વક પ્રસ્થાપિત કરી છે. ભારત નેટ ફેઇઝ-ર ની રાજ્યમાં સંપૂર્ણ જવાબદારી સાયન્સ ટેકનોલોજી વિભાગે સંભાળીને મોટાભાગનું કામ પૂર્ણ કરી દીધું છે.
આ ડિઝીટલ સેવાસેતુનો પ્રારંભ ઓકટોબર-ર૦ર૦માં બે હજાર ગામોમાં રર જેટલી સરકારી સેવાઓ સાથે શરૂ થવાની સફળતાને પગલે મુખ્યમંત્રીશ્રીએ ડિસેમ્બર-ર૦ર૦ સુધીમાં વધુ ૮૦૦૦ ગામોમાં આ સેવાઓ પ્રસ્થાપિત કરવા અને સરકારની વધુ સેવાઓ તેમાં આવરી લેવાનો એટલે કે રર થી વધારીને ૪પ સેવાઓ આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો હતો. રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગે મુખ્યમંત્રીશ્રીના આ લક્ષ્યાંકને સફળતાપૂર્વક પાર પાડીને રાજ્યની ૮૦૦૦ ગ્રામ પંચાયતોમાં ડિઝીટલ સેવાસેતુનો વ્યાપ વિસ્તારી દીધો છે.

મુખ્યમંત્રીશ્રીએ ર૦ર૧ના વર્ષમાં રાજ્યની તમામ ૧૪ હજાર ગ્રામ પંચાયતોમાં ભારત નેટ ઇન્ટરનેટ માધ્યમથી ડિઝીટલ સેવાસેતુ માટેની પ્રતિબદ્ધતા સાથે વિભાગને આ માટે પ્રેરિત કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના આ પ્રજાલક્ષી પારદર્શી, નિર્ણાયક અભિગમને ગ્રામીણ જનતા જનાર્દને પણ જબરજસ્ત પ્રતિસાદ આપ્યો છે. તદ્દઅનુસાર ડિસેમ્બર-ર૦ર૦ સુધીમાં ડિઝીટલ સેવાસેતુના વિવિધ લાભ માટે ર૮ લાખ અરજીઓ મળી છે અને લાખો ગ્રામીણ નાગરિકોએ પોતાના ગામમાંથી જ સરકારના વિવિધ વિભાગોની સેવાઓ સરળતાએ અને ઝડપથી મેળવી છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુડ ગર્વનન્સના મૂળ મંત્રને સાકાર કરતાં ગ્રામ્યસ્તરે જ લોકોને બધી સેવાઓ સમયસર અને બેરોકટોક વિનાવિલંબે મળે, એટલું જ નહિ કચેરીના ધક્કા પણ ન ખાવા પડે તે સુનિશ્ચિત કર્યુ છે.

રાજ્ય સરકારે જે ૪પ સેવાઓનો ગ્રામીણસ્તરે ડિઝીટલ સેવાસેતુમાં સમાવેશ કર્યો છે તેમાં • અલગ રેશનકાર્ડ મેળવવા અંગે • ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા અંગે • નવીન રેશનકાર્ડ મેળવવા અંગે • નામ બદલવા અંગેનું સોગંદનામું • રેશનકાર્ડ અંગેનું સોગંદનામું • રેશનકાર્ડ માટે પાલક / ગાર્ડીયનની નિમણૂંક • રેશનકાર્ડમાં નામ દાખલ કરવા બાબત • રેશનકાર્ડમાં ફેરફાર કરવા બાબત • રેશનકાર્ડમાંથી નામ કમી કરવા બાબત • આવકનો દાખલો આપવા બાબત • આવક અંગેનું સોગંદનામુ; • સિનીયર સિટીઝન પ્રમાણપત્ર • અધિનિવાસ પ્રમાણપત્ર આપવા બાબત • FIRની નકલ • ઓનલાઇન ટિકીટ રદ • ઓનલાઇન ટિકીટ બુકિંગ • નવો ઇ-કમ્યુટર પાસ • ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના • વિધવા સહાય અંગે આવકનું પ્રમાણપત્ર • વિધવા હોવાનું પ્રમાણપત્ર • ઇ-ચલણ (સ્ટેમ્પ ડયુટી) • સંત સૂરદાસ યોજના • સમરસ છાત્રાલય પ્રવેશ • PHID અને ટ્રાવેલ પાસ • ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના • ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના • ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર • જાતિ અંગેનું સોગંદનામું • ઇ-અરજી • ઘરઘાટીની નોંધણી • ડ્રાઇવરની નોંધણી • ના વાંધા પ્રમાણપત્ર • પોલીસ ચકાસણી પ્રમાણપત્ર • ભાડુઆતની નોંધણી • સીનીયર સીટીજનની નોંધણી • ઇ-કમ્પ્યુટર પાસનું નવીકરણ • દિવ્યાંગ લગ્ન સહાય યોજના • નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના • બિન અનામત વર્ગો માટે પ્રમાણપત્ર •ભાષાકીય લઘુમતી માટેનું પ્રમાણપત્ર • રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટ મોચન) • વિચરતી-વિમુકત જાતિ માટેનું પ્રમાણપત્ર • સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરોનોતર સહાય યોજના નો લાભ નાગરિકોને ગ્રામ પંચાયતમાંથી જ મળી રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ ડિઝીટલ સેવાસેતુથી ગ્રામીણ વિસ્તારોના સશક્તિકરણ – રૂરલ એમ્પાવરમેન્ટના સંકલ્પ સાથે ‘‘આત્મા ગામડાનો સુવિધા શહેરની’’નો નવતર કન્સેપ્ટ અપનાવ્યો છે. લોકોને પોતા ના ગામમાંથી જ સરકારની વિવિધ સેવાઓ, પ્રમાણપત્રો-દાખલાઓ મળી રહે ને ‘‘ઇઝ ઓફ લીવીંગ’’માં વૃદ્ધિ થવા સાથે ગ્રામ સમૃદ્ધિથી શહેર, શહેરથી રાજ્ય અને રાજ્યથી રાષ્ટ્ર સમૃદ્ધિની દિશામાં આગળ વધવાનો મુખ્યમંત્રીશ્રીનો આ સંકલ્પ ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણની આગવી કેડી કંડારનારો બન્યો છે. ડિઝીટલ ઇન્ડીયા દ્વારા નયા ભારત-આત્મનિર્ભર ભારતની પ્રતિબદ્ધતા આ ડિઝીટલ સેવાસેતુથી સાકાર કરીને ગુજરાત સમગ્ર દેશનું દિશાદર્શન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દૃષ્ટિવંત નેતૃત્વમાં કરી રહ્યું છે.

આ પણ વાંચો….

‘‘લાઇટ હાઉસ પ્રાજેકટ’’ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે અફોર્ડેબલ હાઉસના નિર્માણમાં ઝડપ અને સુ-સજ્જતા સાથે હાઉસીંગ ક્ષેત્રે નવી ક્રાંતી આવશે