WhatsApp Image 2020 10 08 at 6.06.49 PM edited

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અકોટી ગામે ‘ડિજીટલ સેવા સેતુ’નું ઈ-લોકાર્પણ

WhatsApp Image 2020 10 08 at 6.06.49 PM edited

“ડિજીટલ સેવા સેતુ” હેઠળ ૨૭ પ્રકારની સેવાઓ સરળતાથી ઘરઆંગણે જ પ્રાપ્ત થશે: –જિલ્લા વિકાસ અધિકારી

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત

સુરત, ૦૮ ઓક્ટોબર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગે ભારત નેટ ફેઇઝ-ર જોડાણ દ્વારા પ્રથમ તબક્કે રાજ્યની ૩ હજારથી વધુ ગ્રામ પંચાયતોના લોકોને ર૭ જેટલી વિવિધ સરકારી સેવાઓ-યોજનાઓ ઘરઆંગણે પહોચાડવાના ઐતિહાસિક કદમ ‘ડિઝીટલ સેવા સેતુ’નો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. જે અંતગર્ત સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અકોટી ગામે ગણેશ હોલમાં ‘ડિજીટલ સેવા સેતુ’ સમારોહ યોજાયો હતો.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.કોયાએ ડીજીટલ સેવાસેતું પારદર્શી-નિર્ણાયક અને સંવેદનશીલ પ્રશાસનની પહેલને બિરદાવતા કહ્યું કે, ‘પાયાના સરકારી દસ્તાવેજી કામો, નોટરી, એફિડેવિટ કે દાખલા મેળવવા તાલુકા અથવા શહેર સુધી જવું પડતું હતું તે ડિજીટલ સેવા સેતુની મદદ થકી હવે ઘરઆંગણે ગ્રામ પંચાયત ખાતે ઓછામાં ઓછા સમયમાં ઉપલબ્ધ થશે. જેના લીધે સમયની બચત, બિનજરૂરી ખર્ચામાંથી મુક્તિ મળશે.

WhatsApp Image 2020 10 08 at 6.06.50 PM edited

રાજયમાં ડિસેમ્બર-૨૦૨૦ સુધીમાં આઠ હજાર ગ્રામ પંચાયતો તથા ૫૦ જેટલી સેવાઓ ડિજીટલ સેવા સેતુમાં આવરી લેવાશે. ગુજરાતનું વિરાટ ઓપ્ટીકલ ફાઈબર નેટવર્ક ગ્રામ્ય વિસ્તારોમાં ડિજીટલ માધ્યમથી સરકારી સેવાઓ પ્રદાન કરવામાં ક્રાંતિ લાવશે, એમ જીલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.

loading…

ઉલ્લેખનિય છે કે, ડિજીટલ સેવા સેતુ હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રેશન કાર્ડમાં નામ ઉમેરવું, નામ કઢાવવું, સરનામું સુધારવુ, નવું રેશન કાર્ડ, રેશન કાર્ડ જુદું કરવું, રેશન કાર્ડના વાલીની અરજી, ડુપ્લીકેટ રેશન કાર્ડ, વિધવા સર્ટીફીકેટ, વિધવા સહાય સંબંધિત એફિડેવિટ, હંગામી રહેણાંકનો દાખલો, આવકનો દાખલો, બિનઅનામત જાતિનો દાખલો, સીનીયર સીટીઝન દાખલો, ભાષા આધારિત લઘુમતી દાખલો, ધાર્મિક લઘુમતી દાખલો, વિચરતી સૂચિત જાતિના દાખલા, મુખ્યમંત્રી કૃષિ સહાય, આવકનો દાખલો, જાતિનો દાખલો, રેશન કાર્ડનું એફિડેવિટ, નામ બદલવાનું એફિડેવિટ, અન્ય તૈયાર એફિડેવિટ જેવી સેવાઓનો લાભ ગ્રામ્ય સ્તરે પ્રજાને ઘરઆંગણે મળી શકશે. આ ઉપરાંત ૭/૧૨ અને ૮/અ ના ઉતારા વગેરે ગ્રામ પંચાયત કક્ષાએ જ સરળતાથી મેળવી શકાશે.


આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન રાઠોડ, પ્રાંત અધિકારીશ્રી વિજય રબારી, મામલતદાર જિજ્ઞા પરમાર, તલાટી અને સરપંચશ્રી તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.