ડી આર એમ શ્રી દિપકકુમાર ઝા દ્વારા સાબરમતીના વેગન રિપેર ડેપોનું નિરીક્ષણ

WR DRM deepak Jha inpection at sabarmati waigon repairing yard

અમદાવાદ, ૨૨ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ અમદાવાદ સ્થીત સાબરમતી વેગન રિપેર ડેપોનું નિરીક્ષણ કર્યું અને કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન થઈ રહેલા મરમ્મતના કામની પ્રશંસા કરી કર્મચારીઓના મનોબળને વેગ આપ્યો.સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર શ્રી અભિષેકકુમાર સિંહે જણાવ્યું હતું કે તેમના નિરીક્ષણ દરમિયાન શ્રી ઝાએ નવા વિકસિત સ્ટોર અને “5-S વર્ક પ્લેસ મેનેજમેન્ટ સિસ્ટમ”ના મહત્વ વિશે ખાસ રસ લીધો હતો અને તેમણે વ્હીલ એરિયા તથા સોલર એનર્જીના વીજળીથી પ્રકાશિત ગાર્ડના બ્રેકવાનનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું. જેને આ જ ડેપો માં બનાવવામાં આવ્યું છે.

WR DRM deepak Jha inpection at sabarmati waigon repairing yard

આની મદદથી, માલ ગાડીઓના ગાર્ડ કોચમાં સૌર ઉર્જા દ્વારા પ્રકાશ પૂરું પાડવાનું શક્ય બન્યું છે. તેમણે કોરોનાને ધ્યાનમાં રાખીને ડેપો માં વિકસિત કરેલા ફૂટ ઓપરેટેડ અને સોપ ડીસ્પેન્સરી ઇકવીપમેન્ટને પણ જોયું.શ્રી ઝાએ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા જાળવણીના વધુ સારા વ્યવસ્થાપન માટે પ્રાપ્ત 5-એસ પ્રમાણપત્ર માટે 10,000 રૂપિયા અને બ્રેકવાનમાં વીજળી આપવા માટે 10,000 રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરી હતી.

આ નિરીક્ષણ દરમિયાન ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર શ્રી ઉમેશચંદ્ર શુક્લા, સહાયક મિકેનિકલ એન્જિનિયર શ્રી અમિત કુમાર અને સિનિયર સેક્શન એન્જિનિયર શ્રી મનોજ પરમાર પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો….