GMDC covid center

Dhanvatari covid Hospital: ઘન્વતરી કોવિડ હોસ્પિટલમાં લેબ, સી.ટી. સ્કેન, ડાયાલિસીસ જેવી અત્યાધુનિક ઇનહાઉસ સુવિધાઓ ઉપલબ્ધ

Dhanvatari covid Hospital: હાલ ૩૫૦ થી વધુ મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં રાઉન્ડ ઘ ક્લોક કાર્યરત

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ , ૨૭ એપ્રિલ:
Dhanvatari covid Hospital: કેન્દ્ર સરકારની ડી.આર.ડી.ઓ. ( ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓગ્રનાઇઝેશન) અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટરમાં ખૂબ જ ટૂંકા ગાળામાં યુધ્ધના ધોરણે ઘન્વતરી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. ૯૦૦ થી વધુ બેડ ધરાવતી ધન્વતરી હોસ્પિટલ દર્દીઓને તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ સાથેની સારવાર આપવા માટે સજ્જ છે. હાલ ધન્વતરી હોસ્પિટલમાં ૩૫૦ થી વધુ મેડિકલ- પેરામેડિકલ સ્ટાફ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. આગામી સમયમાં માનવબળની ક્ષમતા વધારીને કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર આપવાનું સુદ્ર્ઢ આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માએ જણાવ્યું હતુ.

Whatsapp Join Banner Guj

Dhanvatari covid Hospital: હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીના હાથ પર આર.એફ.આઇ.ડી. ટેગ લગાવવામાં આવે છે. જેના થકી દર્દીની સારવાર દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી મેળવી શકાશે. દર્દી જ્યાર સુધી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હશે ત્યાર થી લઇ ડિસ્ચાર્જ સુધી સ્વાસ્થ્ય સંબંધિત તમામ ડેટા આર.એફ.આઇ.ડી.માં સ્ટોર કરવામાં આવશે. ઉક્ત હોસ્પિટલ અત્યાધુનિક તકનીકી સુવિધા ધરાવતા સાધનો સાથે સજ્જ કરવામાં આવી છે. જેમાં ઇન હાઉસ સી.ટી. સ્કેન, ઇન હાઉસ ડાયાલીસીસ સુવિધાનો સમાવેશ થાય છે.જેના કારણે દર્દીને અન્ય કોઇ સ્થળે સી.ટી.સ્કેન કરાવવાની જરૂરિયાત રહેશે નહીં સાથે સાથે ડાયાલિસીસીની જરૂરિયાત ધરાવતા કોવિડ દર્દીઓને પણ આ હોસ્પિટલમાં જ ડાયાલિસિસીસની સુવિધા મળી રહેશે.

ADVT Dental Titanium

ધન્વતરી હોસ્પિટલ(Dhanvatari covid Hospital)માં ૧૫૦ થી વધુ બાયપેપ અને વેન્ટીલટર સુવિધા ધરાવતા આઇ.સી.યુ. બેડ છે. જ્યારે ૮૫૦ થી વધુ ઓક્સિજનની સુવિધા ધરાવતા બેડ કાર્યરત કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ૪ ઇન હાઉસ કેન્દ્રીયકૃત નેટવર્કિંગ સાથે તૈયાર કરવામાં આવી છે. જેના થકી દર્દીના બ્લડ રીપોર્ટ થી લઇ કોવિડ સંલગ્ન તમામ રીપોર્ટ એક જ સ્થળે થી મેળવી શકાશે.હોસ્પિટલ દ્વારા કાર્યાન્વિત કેન્દ્રીયકૃત પ્રણાલીના કારણે આ તમામ રીપોર્ટ દર્દીના સ્વજનોને પણ મેસેજ મારફતે મળી શકશે. તેમજ સી.ટી.સ્કેન કે એક્સ-રેની ફિલ્મ પણ મળી રહેશે. જે કોઇપણ કોવિડ હોસ્પિટલમાં પહેલી વખત ઉભી કરાયેલી વ્યવસ્થા છે. દર્દીની સાથે-સાથે તેમના સ્વજનોની પણ દરકાર કરીને તેમની હંગામી ઘોરણે રહેવા માટે કરવામાં આવેલી વ્યવસ્થાના ભાગરૂપે હોસ્પિટલની પાસે ડોમ પણ બનાવવામાં આવ્યો છે.જેમાં પીવાના પાણીથી લઇ કુલરની વ્યવસ્થા છે.

આ પણ વાંચો…Corona warrior: પત્ની કોરોના પોઝિટિવ આવતા પારિવારિક જવાબારીઓની સાથે સમરસ ડેડીકેટેડ હોસ્પિટલની નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવતા ડો. મેહુલ પરમાર