Demand for closure of illegal slaughterhouses in Deesa

ડીસામાં ગેરકાયદે ધમધમતા કતલખાના બંધ કરવાની માંગ

Demand for closure of illegal slaughterhouses in Deesa


રાજપુર પાંજરાપોળના નેજા હેઠળ પાલિકા અને ના. કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ

અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા

બનાસકાંઠા, ૦૮ જાન્યુઆરી: બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં ૨૭ વર્ષથી રાજપુર પાંજરાપોળ કાર્યરત છે. અબોલ જીવો બચાવતી આ સંસ્થાએ ૧ લાખથી વધુ પશુઓને બચાવી નવજીવન આપ્યું છે તેમછતાં શહેરમાં ખુલ્લેઆમ માંસ ,મટનના વેચાણ સાથે ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા છે. જે બાબતે એક જાગૃત અરજદાર દ્વારા માહિતી અધિકારની જોગવાઈ અનુસાર વિગતો માંગવામાં આવેલ. જે માહિતી અનુસંધાને નગર પાલિકા હદ વિસ્તારમાં કતલખાના, જીવતા પશુઓના ખરીદ વેચાણ , નોનવેજ ,મટન ચિકન, ઈંડા તેમજ માંસાહારી ખોરાક કાચો વેચવાની નગર પાલિકા દ્વારા કોઈ જ પ્રકારની પરવાનગી આપવામાં આવી નથી જેથી શહેરમાં ચાલતી તમામ પ્રવૃતિઓ ગેરકાયદેસર અને નિયમ વિરુદ્ધની હોવાનું ફલિત થાય છે.

Whatsapp Join Banner Guj

આ કુપ્રવૃતિને લઈ સનાતન હિંદુધર્મીઓ , ઉપરાંત જૈન સમાજ અને શાકાહારી જનતાના માનસ ઉપર દુષ્પ્રભાવથી તમામની લાગણી દુભાય છે આ સંજોગોમાં શહેર ઉપર લાગેલા આ કલંકને ભૂસવા માટે રાજપુર પાંજરાપોળના પ્રમુખ સ્વ. ભરતભાઇ કોઠારી એ વારંવાર નગર પાલિકા અને નાયબ કલેકટર સહિત ઉચ્ચસ્તરે પણ અનેક વાર રજુઆત કરેલી છે. તેમની રજુઆત અનુસંધાને નિવાસી અધિક કલેકટર ( બનાસકાંઠા) દ્વારા તા ૧૪/૧૨/૨૦ ના રોજ બી/ન પા/ વસી-૩૧૦૫ થી ૦૯ પત્ર લખી ડીસા નગર પાલિકા હદ વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર ચાલતા કતલખાના, માંસ -મટનની લારીઓ, દુકાનો, હોટલો, તેમજ પશુ મંડી બંધ કરાવવા બાબતની રજુઆત સાથે રાજપુર પાંજરાપોળના સંચાલકો સાથે અન્ય જીવદયા પ્રેમીઓએ શુક્રવારે નગર પાલિકા અને નાયબ કલેકટર કચેરીએ જઇ આવેદનપત્ર આપી રજુઆત કરી આ તમામ કુપ્રવૃતિ તાત્કાલિક અસરથી બન્ધ કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચો…