Deesa water tanker 2

ડીસામાં ધારાસભ્યના હસ્તે પાણીના ટેન્કરોનું લોકાર્પણ

Deesa water tanker 2

પાલિકા તેમજ વિવિધ ગ્રામ પંચાયતોને ૧૬ ટેન્કર ફાળવાયા

અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા
બનાસકાંઠા, ૨૧ જાન્યુઆરી:
ડીસામાં જિલ્લા પંચાયતના આરામ ગૃહ ખાતે ગુરુવારે પીવાના પાણીના ટેન્કરોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એટીવીટી તેમજ ધારાસભ્યની ગ્રાન્ટ માંથી ડીસા પાલિકા તેમજ વિવિધ ગ્રામ પંચાયતોને ચાર હજાર લીટર પાણીની ક્ષમતા ધરાવતા ૧૬ જેટલા ટેન્કરનું ધારાસભ્ય દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Guj

ગુરુવારે જિલ્લા પંચાયતના આરામ ગૃહ ખાતે પીવાના પાણીના ટેન્કરનો લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાના હસ્તે યોજાયો હતો. જેમાં ડીસા નગરપાલિકા તેમજ તાલુકાના ગામોમાં ઉનાળા તેમજ વિવિધ પ્રસંગો દરમિયાન પીવાના પાણીની પડતી હાલાકીના નિવારણ માટે અતિ ઉપયોગી તેમજ ચાર હજાર લીટર પાણીની ક્ષમતા ધરાવતા ગેલવેનાઇજના ૧૬ જેટલા ટેન્કરને ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ લિલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ લોકાર્પણ પ્રસંગે ડીસા તાલુકા પંચાયત પ્રમુખ , તાલુકા ભાજપ મહામંત્રી, પાલિકા ચીફ ઓફિસર તેમજ ગ્રામ પંચાયતના સરપંચો સહિત ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહયા હતા,

Deesa water tanker

આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળામાં તેમજ સારા નરસા પ્રસંગે પીવાના પાણી ભારે હાડમારી પડતી હોય છે ત્યારે રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે ગ્રામ પંચાયતો ને ચાર હજાર લીટર પાણીની ક્ષમતા ધરાવતા પાણીના ટેન્કર આપવાનો નિર્ણય કર્યો હતો. તેના ભાગ રૂપે ગુરુવારે જિલ્લા પંચાયત આરામગૃહ ખાતે વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ અને સરપંચો ની ઉપસ્થિતિમાં ૧૬ જેટલા પાણીના ટેન્કરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં બાકી રહેતી તમામ પંચાયતોને પણ ટેન્કરની ફાળવણી કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.

આ પણ વાંચો…2021 માં ‘તારક મહેતા..’ શોમાં દયાની થઇ શકે છે એન્ટ્રી, ત્રણ વર્ષ બાદ મેકર્સે આપ્યો ઇશારો