Dandi painting edited

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દીકરીઓ: અનાજ કઠોળ અને રંગો દ્વારા બનાવી બાપુ અને દાંડી કૂચ (Dandi March)ની ચિત્ર કૃતિઓ

dandi march

આઝાદીના અમૃત પર્વની ઉજવણીમાં અનોખી રીતે જોડાઈ રાજૂપૂરાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દીકરીઓ: અનાજ કઠોળ અને રંગો દ્વારા બનાવી બાપુ અને દાંડી કૂચ (Dandi March)ની ચિત્ર કૃતિઓ

વડોદરા, ૧૪ માર્ચ: ડેસર તાલુકાના રાજૂપુરા ગામે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓ ના શિક્ષણનું સાતત્ય જાળવવા રહેવા અને ભણવાની આદર્શ સુવિધાઓ સાથે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નું ભારત સરકારની યોજના હેઠળ સંચાલન કરવામાં આવે છે. હાલમાં નવી પેઢીને દેશની સ્વતંત્રતા માટે જંગે આઝાદીના લડવૈયાઓ એ જે સંઘર્ષ કર્યો હતો તેનાથી વાકેફ કરીને સ્વતંત્રતા ની અમુલ્યતાની ચેતના જગાવવા આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.

ADVT Dental Titanium

આ ઉજવણીનો પ્રારંભ દક્ષિણ ગુજરાતના દાંડીના દરિયા કાંઠે ચપટી નમક ઉપાડીને બાપુએ, જેનો સૂર્ય કદી આથમતો ન હતો એવી બ્રિટનની મહાસત્તાને પ્રતીકાત્મક રીતે પડકારી હતી, એ ૧૯૩૦ ની સાબરમતીથી શરૂ કરેલી દાંડી યાત્રાના ૨૦૨૧ ના સંસ્કરણથી કરવામાં આવ્યો છે. ત્યારે ડેસર તાલુકાના રાજુપુરા ગામે ચાલતી આ કે.જી.બી.વી.ની દીકરીઓ અનોખી રીતે આઝાદીના અમૃત મહોત્સવ અને દાંડી કૂચ (Dandi March) સ્મૃતિની ઉજવણીમાં જોડાઈ છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચના ચૌધરી એ જણાવ્યું છે કે આ સંસ્થાની ૯ માં ધોરણની દીકરીઓએ અનાજ, કઠોળ અને રંગોથી બાપુના જીવન સંદેશ અને દાંડી યાત્રાનું નિરૂપણ કરતી કલાત્મક અને પ્રેરક કૃતિઓ ખૂબ ઉત્સાહ પૂર્વક શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બનાવી છે. અનાજ કઠોળના દાણાઓ સાથે રંગોનો સમન્વય કરીને બાપુની ખૂબ જ નયનરમ્ય કૃતિ બનાવી છે, તો એક ચોટદાર ચિત્રકૃતી દ્વારા ૧૯૩૦ ની ૧૨મી માર્ચે બાપુ દ્વારા સ્વયં સેવકો સાથે દાંડી યાત્રા (Dandi March)ના પ્રારંભનું દૃશ્ય કંડાર્યું છે.

Whatsapp Join Banner Guj

અન્ય એક કૃતિમાં પિંજરમાંથી મુક્ત કરાયેલા પક્ષીની સાથે બાપુને ચીતરી, સ્વતંત્રતા,વિશ્વ શાંતિ અને અહિંસાના દૂત બાપુના સંદેશનું મનસ્પર્શી નિરૂપણ કરવામાં આવ્યું છે.તાજેતરમાં ડેસર તાલુકાના પ્રતાપપુરા ગામે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યાં હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ રાષ્ટ્રીય ઉજવણીમાં કલા દૃષ્ટિ સાથે જોડાવાના આ આયામ માટે કલાકાર દીકરીઓ અને માર્ગદર્શક શિક્ષકોને દિલ થી બિરદાવ્યા છે.

આ પણ વાંચો…..“કુન્દન”ની ખેતી (Farming)માં પ્રવિણભાઇની “પ્રવિણતા”