byclist photo edited

ડીઆરએમ અમદાવાદે સાયકલિસ્ટ (Cyclist) ભાઉ સાહબ ભાવરનું સન્માન કર્યું

ડીઆરએમ ઝાએ (Cyclist) ભાવરનું અમદાવાદ મંડળ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા પાંચ હજાર રૂપિયા રોકડ પુરસ્કાર અને પ્રશંશાપત્ર પ્રદાન કરીને સન્માનિત કર્યા હતા.

Cyclist

અમદાવાદ, ૦૪ ફેબ્રુઆરી: ભારતીય સમાજમાં પ્રવર્તતી દુષ્ટ પ્રથાઓ, જાતિય ભેદભાવ, સ્ત્રી ભ્રૂણહત્યા અને દહેજ, સ્ત્રી દમન અને યુવા પેઢીમાં ઝડપથી ફેલાય રહેલા નશા સામે વ્યક્તિગત સ્તરે ઉત્તેજીત કરનાર એક સખત મહેનતુ અને વફાદાર વ્યક્તિ (Cyclist) ભાઉ સાહેબ ભાવરને અમદાવાદ મંડળના રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ વ્યક્તિગત રૂપે સન્માનિત કર્યા.

 ભાવર મૂળ મહારાષ્ટ્રના જાલનાના વતની છે અને 1993 થી સમાજનાં હિત માટે સાયકલ પ્રવાસ દ્વારા દેશના હિત અને સમાજને સેવાઓ આપી રહ્યા છે. ભાવર સ્વચ્છ ભારત મિશન સાથે પણ સંકળાયેલા છે. અને તેમની દેશવ્યાપી મુલાકાત દરમિયાન સ્થાનિક શાળાઓ અને કોલેજો જઈને આ ગેરરીતિઓ અને ‘સ્વસ્થ ભારત- સ્વસ્થ સમાજ’ વિશે પ્રવચનો આપે છે.

Railways banner

તેમની સાયકલ મુસાફરી દરમિયાન, તેઓ અત્યાર સુધીમાં હજારો કિ.મી. પૂર્ણ કરી ચૂક્યા છે. તેમના દ્વારા કરવામાં આવતા સમાજ સુધારણાના કામોથી પ્રભાવિત ડીઆરએમ શ્રી ઝાએ તેમને અમદાવાદ મંડળ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા પાંચ હજાર રૂપિયા રોકડ પુરસ્કારથી અને પ્રશંશાપત્ર પ્રદાન કરીને સન્માનિત કર્યા હતા. શ્રી ઝાએ તેમના દ્વારા કરવામાં આવેલા અથાક પ્રયત્નોને સમાજ માટે અનુકરણીય ગણાવ્યા.

આ પણ વાંચો…WR Alert: ઘરેથી ભાગેલી કિશોરીને રેલ્વેએ પરિવારજનોને સુરક્ષિત સોંપી