પ્રધાનમંત્રી 6 ફેબ્રુઆરીના રોજ (Gujarat High Court) ગુજરાત હાઇકોર્ટના હીરક જયંતિ સમારોહમાં સંબોધન કરશે

આ પ્રસંગે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી, સુપ્રીમ કોર્ટ તથા (Gujarat High Court) ગુજરાતના હાઇકોર્ટના ન્યાયાધીશો અને ગુજરાતના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.

Gujarat High Court

04 FEB 2021: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરી, 2021ના ​​રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા (Gujarat High Court) ગુજરાત હાઈકોર્ટના હીરક જયંતિ સમારોહમાં સંબોધન કરશે. તેઓ હાઈકોર્ટની સ્થાપનાના 60 વર્ષ પૂરા થવાના ઉપલક્ષમાં યાદગીરી સ્વરૂપે ટપાલ ટિકિટનું વિમોચન કરશે.

Whatsapp Join Banner Guj

આ પ્રસંગે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી, સુપ્રીમ કોર્ટ તથા (Gujarat High Court) ગુજરાતના હાઇકોર્ટના ન્યાયાધીશો અને ગુજરાતના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં  ગુજરાતના કાયદા મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો…Cororna case update: કોરોનાના નવાં ૨૮૩ કેસ નોંધાયા, અમદાવાદમાં અને રાજકોટમાં એક-એક દર્દીનું કોરોનાથી મૃત્યુ