Cycle yatra ambaji 2 edited

સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો ના સંદેશા સાથે ગાંધીનગર થી અંબાજી ની સાયકલ યાત્રા પૂર્ણ કરી

Cycle yatra ambaji edited

ભાદરવી પુનમીયા સેવા સંઘ ટ્રસ્ટ ના આગ્રણીઓ સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો ના સંદેશા સાથે ગાંધીનગર થી અંબાજી ની સાયકલ યાત્રા પૂર્ણ કરી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૨૭ જાન્યુઆરી:
અંબાજી માં ભરાતા ભાદરવી પુનમ મેળો 2020 કોરોના મહામારી ને લઈ બંધ રાખવામાં આવ્યો હતો ને જેને લઈ પગપાળા સંઘો અંબાજી પહોંચી શક્યા ન હતા ને હવે મંદિર ખુલ્યા બાદ કેટલીક છૂટછાટ ને પગલે સંઘો અંબાજી પહોંચી રહ્યા છે જેમાં આજે 1400 જેટલા પગપાળા સંઘો નું પ્રતિનિધિત્વ કરતુ ભાદરવી પુનમીયા સેવા સંઘ ટ્રસ્ટ ના આગ્રણીઓ સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો ના સંદેશા સાથે 60 જેટલા સાયકલ ચાલકો ગાંધીનગર થી અંબાજી ની યાત્રા પૂર્ણ કરી માતાજી ને ધજા ચડાવી હતી

Whatsapp Join Banner Guj

આ સાયકલ યાત્રા અંબાજી પહોંચતા આદિવાસી કન્યાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું હાલ માં વાહનો દ્વારા થતા પ્રદુષણ ને લઈ સાયકલ ચાલવાના સંદેશા સાથે યુવાનો માં જાગૃતિ આવે સાથે અને સાયકલ ચલાવાથી સ્વસ્થ પણ સારું રહે તે માટે ની જાગૃતિ લાવવા નો સંદેશો આ સાયકલ ચાલકો દ્વારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે એટલુ જ નહીં વર્ષ માં એક દિવસ સાયકલ દિન તરીકે મનાવા અને તે દિવસે નેતા, મંત્રીઓ,અધિકારીઓ ,સહીત તમામ વેપારીઓ પોતાના મોટા વાહનો બંધ રાખી એ દિવસ સાયકલ ચલાવા નો આગ્રહ રખાય તે માટે પણ રાજ્ય સરકાર ને ભલામણ કરી સાયકલ દિન ઉજવવા ની માંગ આ સંઘ દ્વારા કરવામાં આવશે

Cycle yatra ambaji 2 edited

જેનાથી એક દિવસ પેટ્રોલ – ડીઝલ ના વાહનો બંધ રહેશે તો દેશ નુ હૂંડિયામણ બચવાની સાથે લોકો નું સ્વાસ્થ્ય પણ જળવાશે તેવા ઉદેશ સાથે આ સાયકલ યાત્રા અંબાજી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી અને અંબાજી મંદિર ના શિખરે ધજા ચઢાવાવમાં આવી હતી ને સાથે જડપથી દેશ કોરોના મુક્ત બને તેમાટે પ્રાર્થના કરવામાંઆવી હતી

આ પણ વાંચો…મહત્વની માહિતીઃ શું તમારી ગાડી આઠ વર્ષ જૂની છે? તો તમારે ભરવો પડશે એક નવો ટેક્સ- વાંચો સંપૂર્ણ વિગત