corona vaccine 2

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Corona vaccine) કોરોના વેક્સિનનો 19 મો દિવસ

corona vaccine

Corona vaccine: આરોગ્ય કમિશ્વરશ્રીની સિવિલ હોસ્પિટલમાં પ્રેરક ઉપસ્થિતીએ હેલ્થકેર વર્કરો અને પોલીસકર્મીઓમાં ઉત્સાહ વધાર્યો

NSG અને CISFના કુલ ૧૦૦૦ જવાનોએ કોરોના રસીકરણ (Corona vaccine) કરાવ્યું

બી.જે. મેડિકલ કૉલેજના ૧૯૭ વિધાર્થીઓએ પણ કોરોના રસીકરણ (Corona vaccine) કરાવ્યુ

આજે કુલ ૬૪૨ કોરોના વોરિયર્સે કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મેળવ્યો

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ, ૦૮ ફેબ્રુઆરી: અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં રસીકરણના ૧૯ માં દિવસે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજરોજ આરોગ્ય વિભાગના કમિશ્નરશ્રી જયપ્રકાશ શિવહરેની પ્રેરક ઉપસ્થિતીએ સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કરોમાં ઉત્સાહ પૂર્યો હતો.

corona vaccine

આરોગ્ય કમિશ્વરશ્રીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહી સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ રસીકરણ કેન્દ્રની મુલાકાત લઇને વેક્સિન લેનાર તમામ હેલ્થકેર વર્કરો અને પોલીસકર્મીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેઓએ રસી લેનાર તમામ હેલ્થકેર વર્કર અને પોલીસ કર્મીઓને કોરોના વેક્સિનની અગત્યતા વિષે વિગતવાર માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. કોરોનાની રસી સંપૂર્ણ પણે સુરક્ષિત હોવાની , સલામત હોવનો વિશ્વાસ વ્યક્ત કરીને વધુમાં વધુ લોકોને રસીકરણ માટે અપીલ કરી હતી.

Whatsapp Join Banner Guj

અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે CISF ના જવાનોને કોરોના રસીકરણ માટે કુલ ૮ કેન્દ્ર, અને અમદાવાદ સિવિલ સંકુલમાં NSG જવાનો માટે કુલ ૪ જેટલા કેન્દ્રો ઉભા કરીને આજ રોજ ૧૦૦૦ જેટલા ફ્રંટલાઇન કોરોના વોરિયર્સના વેક્સિનેશનની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદ સીવિલ.હોસપીટલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા જવાનો માટે આજરોજ ઉભા કરાયેલ કોરોના રસીકરણ કેન્દ્રમાં રૂબરૂ મુલાકાત લઈ કોરોના રસીકરણ સંપૂર્ણ સલામત હોવાની હૈયા ધારણા બાંધવામાં આવી હતી.

corona vaccine

કોરોના રસીકરણના ૧૯ મા દિવસે ૬૪૨ હેલ્થ વર્કરો જેમાં ૧૯૭ બી.જે.મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને ૪૭૮ સિવિલ હોસ્પિટલના હેલ્થ વર્કરો, 164 પોલીસ કર્મીઓએ કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મેળવીને સુરક્ષાકવચ થી સજ્જ થયા હતા. આજરોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં નર્સિંગ સ્ટાફમાં રસીકરણ માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફે વેક્સિન લઇને કોરોના સામેની લડત માટે કમર કસી હતી.

અમદાવાદ સીવિલ હોસપીટલ સુપ્રિટેન્ડન્ટ જે.વી.મોદીના માર્ગદર્શન હેઠળ બી.જે. મેડીકલ કોલેજ ખાતે વેક્સિન કેન્દ્ર કાર્યરત કરીને અભ્યાસ કરી રહેલા 1000 થી વધુ વિધાર્થીઓને કોરોનાની રસી અપાવીને સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરી હતી.

corona vaccine

સિવિલ હોસ્પિટલમાંથી વિવિધ ટીમે અમદાવાદ શહેરના વિવિધ સ્થળે કોરોના રસીકરણ કેન્દ્ર બનાવીને વધુમાં વધુ ફ્રંટલાઇન વર્કરોને રસી અપાવવા કાર્યરત થઇ હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિસીન વિભાગમાં સેવારત તબીબી દંપતી ડૉ. કમલેશ ઉપાધ્યાય અને ડૉ. નિલીમા શાહે પણ આજે વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ અન્ય તબીબોનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પણ વાંચો…પીઆરએસ કાઉન્ટર (Ticket cancel) ટિકિટને રદ કરવા અને કોઈપણ કાઉન્ટર પાસેથી રકમ પરત મેળવવા માટે અંતિમ મુદત લંબાવી છે.