Ticket window 2

પીઆરએસ કાઉન્ટર (Ticket cancel) ટિકિટને રદ કરવા અને કોઈપણ કાઉન્ટર પાસેથી રકમ પરત મેળવવા માટે અંતિમ મુદત લંબાવી છે.

(Ticket cancel) આ નિયમ સમયપત્રકના આધારે ચાલતી ટ્રેનો રદ થવાના સંજોગોમાં જ લાગુ થશે.

ticket cancel

અમદાવાદ, ૦૮ ફેબ્રુઆરી: રેલ્વે મંત્રાલયે 21 માર્ચ, 2020 થી 31 જુલાઇ, 2020 સુધીની મુસાફરી સમયગાળા માટે હાથ ધરવામાં આવેલી પીઆરએસ કાઉન્ટર ટિકિટને રદ (ticket cancel) કરવા અને કોઈપણ કાઉન્ટર પાસેથી 6 મહિનાથી 9 મહિના સુધીની રકમ પરત મેળવવા માટે અંતિમ મુદત લંબાવી છે.

આ નિયમ નિર્ધારિત સમયપત્રકવાળી ફક્ત એ ટ્રેનો માટે ખરીદવામાં આવેલ ટિકિટ પર લાગુ થશે જેને રેલવે દ્વારા રદ કરવામાં આવેલ છે. 139 અથવા આઇઆરસીઆરસી વેબસાઇટ દ્વારા ટિકિટ રદ (ticket cancel) કરવાની સ્થિતિમાં કોઈપણ ટિકિટ કાઉન્ટર પર ટિકિટ જમા કરવાની સમય મર્યાદા મુસાફરીની તારીખથી વધારીને 09 મહિના સુધી કરવામાં આવી છે.

Railways banner

મુસાફરીની તારીખથી 06 મહિનાની સમયમર્યાદા પૂર્ણ થયા પછી ઘણા મુસાફરોએ ટીડીઆર દ્વારા અથવા સમાન્ય આવેદન દ્વારા રેલવે ડિવિઝનના દાવા કાર્યાલયમાં ટિકિટ જમા (ticket cancel) કરાવી હશે, તેઓને પણ પીઆરએસ કાઉન્ટર ટિકિટનું સંપૂર્ણ ભાડુ પાછું મળશે.

કોવિડ -19 ને કારણે રોગચાળાને ધ્યાનમાં રાખીને અગાઉ ટિકિટ રદ (ticket cancel) કરવા અને ભાડા પરત કરવા અંગેની વિસ્તૃત માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી હતી. સૂચના મુજબ, રેલવે દ્વારા રદ કરાયેલ ટ્રેનો માટે રદ થયેલ પીઆરએસ કાઉન્ટર ટિકિટ રજૂ કરવાની સમયમર્યાદા 03 દિવસથી વધારીને (મુસાફરીના દિવસને બાદ કરતાં) 06 મહિના કરવામાં આવી હતી અને તે જ સમયે, 139 અથવા આઈઆરસીટીસી વેબસાઇટથી ટિકિટ રદ કરવાની સ્થિતિમાં, કોઈપણ કાઉન્ટર પરથી રિફંડ મેળવવા માટેની સમયમર્યાદા પણ મુસાફરીની તારીખથી 6 મહિના સુધી વધારી દેવામાં આવી હતી.

આ પણ વાંચો…બોલિવુડ અને સ્પોર્ટ્સ સ્ટારે ઇન્ડિયાટુગેધરને લઇને કરેલા ટ્વિટ વિશે, મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) લીધુ મહત્વનું પગલુઃ આપ્યા તપાસના આદેશ