Vaccine VDR

Corona Vaccine: વડોદરા અને શિનોર તાલુકામાં ૧૦૦ ટકા રસીકરણ કામગીરી

Vaccine VDR

Corona Vaccine: વડોદરા જિલ્લામાં કુલ ૧,૦૩,૩૫૦ નાગરિકોનું રસીકરણ: ૮૨ ટકા સિદ્ધિ

વડોદરા, ૨૬ માર્ચ: Corona vaccine: વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રે જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીના માર્ગદર્શન હેઠળ રસીકરણને વેગવાન બનાવવા કરેલા આયોજનના પ્રોત્સાહક પરિણામો મળ્યાં છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાયેલ રસીકરણ ઝુંબેશ હેઠળ વડોદરા જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧,૦૩,૩૫૦ નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

corona vaccine

વડોદરા અને શિનોર તાલુકામાં ૧૦૦ ટકા રસીકરણ કામગીરી કરવામાં આવી છે.
વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં ૨૦૦ ઉપરાંત કેન્દ્રો ખાતે કોરોનાની રસી (Corona vaccine) આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તેવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે આ વ્યવસ્થાઓનો ૬૦ + ઉંમરના વડીલો અને ૪૫ થી ૫૯ ની ઉંમરના જોખમી રોગ પીડિતો રસીકરણનો લાભ લઇ રહ્યા છે.તેમને ઉમેર્યું કે વડોદરા જિલ્લામાં ૪૫ થી ૫૯ વર્ષના કો – મોરબિડ એવા ૨૦,૪૭૫ જ્યારે ૬૦ વર્ષ ઉપરના ૮૨,૮૭૫ સહિત કુલ ૧,૦૩,૩૫૦ નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી ૮૨ ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.

ADVT Dental Titanium

ડો. જૈન જણાવ્યું કે વડોદરા જિલ્લામાં રસીકરણ ઝુંબેશ હેઠળ ડભોઇ તાલુકામાં ૧૧,૫૬૯, ડેસરમાં ૪૭૦૪, કરજણમાં ૧૨,૬૭૦, પાદરામાં ૧૯,૨૪૧, સાવલીમાં ૯૫૫૪, શિનોરમાં ૬૦૬૬, વડોદરામાં ૨૯,૦૯૮ અને વાઘોડિયા તાલુકામાં ૧૦,૪૪૮ સહિત કુલ ૧,૦૩,૩૫૦ નાગરિકોને કોરોના આરોગ્ય રક્ષક રસી (Corona vaccine) આપવામાં આવી છે.

રસી લેનારાઓને પાળવાની તકેદારીની સમજણ આપવાની સાથે તાવ કે શરીરના દુખાવા જેવી નાની મોટી આડ અસર વર્તાય તો સેવન કરવા યોગ્ય જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે.અત્યાર સુધી આડઅસર ની લગભગ કોઈ ઘટના નોંધાઈ નથી.

આ પણ વાંચો…ગુજરાતના આ 100થી વધુ ગામડામાં કોરોના વાયરસનો પ્રવેશ થયો નથી…ગામના લોકો ગાઇડલાઇનનું ચુસ્તપણે કરે છે પાલન