નર્મદામાં જિલ્લા માં કોરોના વેકસીનેસનનો” પ્લાન તૈયાર: જાણો કોને અપાશે પ્રથમ વેકસીન

image edited

કોરોના વેકસીનેસન માટે કુલ 279 ટિમો 50 થી વધુ વાહનો સાથે તૈનાત રહેશે, વેકસીનને સાચવવા માટે કુલ 32 કોલ્ડ ચેઈન પોઈન્ટ હશે

વેકસીન મુકાયા બાદ સંભવિત આડઅસરને લીધે ઈમરજન્સીના ભાગરૂપે જિલ્લાના દરેક વેકસીન સેન્ટર પર એક એમ્બ્યુલન્સ અને લાઈફ સેવિંગ ડ્રગ સહિત મેડિકલ ટીમ પણ તૈનાત રાખવામાં આવશે

અહેવાલ: સત્યમ બારોટ

રાજપીપલા, ૦૭ ડિસેમ્બર: “કોરોના” કેહેર વચ્ચે વેકસીન માર્કેટમાં કયારે આવે છે એની લોકો રાહ જોઇને બેઠા છે.દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કેહેર પાછો વધ્યો છે, દિવસે દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે.કોરોના પર નિયંત્રણ મેળવવા તંત્રએ ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રી કરફ્યુ લગાવ્યું છે.એ તમામની વચ્ચે PM મોદીએ હાલમાં જ દેશમાં કોરોનાની વેકસીન વિકસિત કરતી વિવિધ સંસ્થાઓની પણ મુલાકાત લેતા હવે વહેલી તકે બજારમાં કોરોના વેકસીન આવશે એવી લોકોમાં આશા પણ બંધાઈ છે.

મળતી માહિતી મુજબ સરકારે તમામ જિલ્લાઓને કોરોના વેકસીનેસન માટેની તમામ તૈયારીઓ કરવાની સૂચનાઓ પણ આપી દીધી છે.કુલ 4 ફેઝમાં કોરોના વેકસીન અપાશે, વિવિધ જિલ્લા ઓના અધિકારીઓએ કોરોના વેકસીનેસન માટેનું પ્રથમ ફેઝનું એક લિસ્ટ તૈયાર કરી સરકારમાં પણ મોકલી આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.પ્રથમ ફેઝમાં આરોગ્ય કર્મીઓને વેકસીન અપાશે એવું નક્કી કરાયું છે.નર્મદા જિલ્લામાં પણ આરોગ્ય વિભાગે “કોરોના વેકસીનેસન” માટેનો પ્લાન તૈયાર કરી દીધો છે.

નર્મદા જિલ્લાના 4202 આરોગ્ય કર્મીઓને પ્રથમ ચરણમાં વેકસીન અપાશે
નર્મદા જિલ્લા એપેડેમીક મેડિકલ ઓફિસર ડો.આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે પ્રથમ ફેઝમાં વિવિધ 3 રાઉન્ડમાં જિલ્લાના 4202 આરોગ્ય કર્મીઓને કોરોના વેકસીન અપાશે.બીજા ફેઝમાં પોલીસ, હોમગાર્ડ, CISF, SRP, પત્રકારો સહિત જિલ્લાના તમામ સરકારી કર્મીઓનો સમાવેશ થશે.તો ત્રીજા ફેઝમાં 50 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિઓ તથા ચોથા ચરણમાં 50 વર્ષથી નીચેની ઉંમરના એવા વ્યક્તિઓ કે જેઓ ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા હોય.

32 કોલ્ડ ચેઈન પોઈન્ટ પરથી વેકસીનનું જિલ્લામાં વિતરણ થશે
નર્મદા EMO ડો.આર.એસ.કશ્યપના જણાવ્યા મુજબ કોરોના વેકસીનેસન માટે કુલ 279 ટિમો 50 થી વધુ વાહનો સાથે તૈનાત રહેશે.વેકસીનને સાચવવા માટે અમારી પાસે કુલ 32 કોલ્ડ ચેઈન પોઈન્ટ છે જેમાં ડીપ ફ્રીઝ, ILR, વેકસીન કેરિયર બોક્સ પૂરતા પ્રમાણમાં છે.45 આરોગ્ય વિભાગના અને 75 ખાનગી હોસ્પિટલના મળી કુલ 120 વેકસીન સેન્ટરો બનાવવામાં આવશે.પ્રથમ 32 કોલ્ડ ચેઈન પોઈન્ટ પર વેકસીન આવશે અને ત્યાંથી જરૂરિયાત મુજબ 120 સેન્ટરો પર વેકસીનનું વિતરણ કરવામાં આવશે.

દરેક વેકસીન સેન્ટર પર લાઈફ સેવિંગ ડ્રગ ઉપલબ્ધ હશે
નર્મદા EMO ડો.આર.એસ.કશ્યપના જણાવ્યા મુજબ કોરોના વેકસીન પ્રથમ વખત મુકાઈ રહી હોવાથી, વેકસીન મુકાયા બાદ સંભવિત આડઅસરને લીધે ઈમરજન્સીના ભાગરૂપે જિલ્લાના દરેક વેકસીન સેન્ટર પર એક એમ્બ્યુલન્સ અને લાઈફ સેવિંગ ડ્રગ સહિત મેડિકલ ટીમ પણ તૈનાત રાખવામાં આવશે.હાલ તો જિલ્લાના 4202 આરોગ્ય કર્મીઓઓનું નામ, એડ્રેસ અને પિનકોડ સાથેનું એક લિસ્ટ “કોવિડ-19 કેર વેકસીન ઇન્ટેલિજન્સ સિસ્ટમ” નામના એક સરકારી પોર્ટલમાં અપલોડ કર્યું છે.હવે પછી અન્ય લોકોનું લિસ્ટ પણ આ પોર્ટલમાં એડ કરવામાં આવશે.