Maro ward corona mukt

Corona mukt ward: જામનગરમાં મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ કાર્યક્રમનો પ્રારંભ

Corona mukt ward: વોર્ડ 2 માં મ્યુનિસિપલ કમીશ્નર, મેયર કોર્પોરેટર ની હાજરીમાં કાર્યક્રમ યોજાયો

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૬ મે:
Corona mukt ward: જામનગર મહાનગર પાલિકા દ્વારા આજે શહેર ના દરેક વોર્ડ માં “મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ” અભિયાન અંતર્ગત કોરોના સર્વે ની કામગીરી ની શરૂઆત કરવામાં આવી હતી અને જે લોકોને કોરોના ના સામાન્ય લક્ષણો દેખાસે તેને આઇસોલેટ કરી સારવાર કરવામાં આવશે

Whatsapp Join Banner Guj

જામનગર મહાનગર પાલિકા દ્વારા “મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ” (Corona mukt ward) અભિયાન અંતર્ગત શહેર ના 64 વોર્ડ માં આરોગ્ય રથ સાથે રાખી કોરોના સર્વે ની કામગીરી ની શરૂઆત કરવામાં છે ત્યારે જામનગર ના વોર્ડ નંબર 2 રામેશ્વરનગર વિસ્તાર માં મેયર બિનાબેન કોઠારી ના અને મ્યુનિસિપલ કમિશનર સતિશ પટેલ ના હસ્તે આ કામગીરી ની શરૂઆત કરવામાં આવી હતી

Jamnagar Maru Ward

જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેર ના દરેક વોર્ડ માં આરોગ્ય રથ દ્વારા શહેરીજનોનો કોરોના ટેસ્ટ કરવાં આવશે અને કોરોના ના સામાન્ય લક્ષણો જણાતા પરિવારજનો અને સમાજ થી અલગ કરી દરેક વોર્ડ માં સામાજિક સંસ્થાઓ દ્વારા શરૂ કરાયેલા આઇસોલેશન વોર્ડ માં તેની સારવાર કરવામાં આવશે આ કાર્યક્રમ માં મેયર બિનાબેન કોઠારી, મ્યુનિસિપલ કમિશ્નર સતિશ પટેલ, કોર્પોરેટર જયેન્દ્રસિંહ, જયરાજસિંહ, ડીમ્પલબેન રાવલ પૂર્વ કોર્પોરેટર આલાભાઈ રબારી સહિત વોર્ડ પ્રમુખ પ્રગનેશભાઈ, મહામંત્રી સી.એમ.જાડેજા, શહેર ભાજપ ના દિલીપસિંહ કંચવા, ભાવિષા બેન ધોળકિયા વિગેરે હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…ગુજરાત “ઝીરો કેઝ્યૂઅલ્ટી” અભિગમ સાથે સંભવિત વાવાઝોડા(cyclone)નો સામનો કરવા કટિબદ્ધ : સીએમ રૂપાણી