potato store 3

બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ Cold Storage એસોસિએશન નો નિર્ણય ભાડામાં પાંચ ટકાનો વધારો..

બટાટા ના મોંઘા વાવેતર અને હવે Cold Storage ભાડા વધતા ખેડૂતો લાલઘુમ..

Cold Storage Deesa

કિસાન સંઘ ની બેઠક બાદ પણ ભાડામાં ઘટાડો કરવા નહિ કરવા એસોસિએશન મક્કમ..

અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા
બનાસકાંઠા, ૦૪ ફેબ્રુઆરી:
બનાસકાંઠા માં આવેલ Cold Storage કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા ગતવર્ષ કરતા પાંચ ટકા ભાડામાં વધારો કરી ખેડૂતો પર એક વધુ બોજ નાખવામાં આવ્યો છે.એક તરફ બટાટા માં બિયારણ ,ખાતર મોંઘા થયા અને હવે બટાટા ના સંગ્રહ માટે મુકવા હોય તો સ્ટોરેજ માં ભાડા માં વધારો કરી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જોકે કિસાન સંઘ દ્વારા ભાડા માં ઘટાડો કરવા માંગ કરાઈ છે.

Cold Storage

બનાસકાંઠા એ બટાટા ના ઉત્પાદન માટે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે અને ગુજરાત માં સૌથી વધુ 200 જેટલા Cold Storage કોલ્ડસ્ટોરેજ બનાસકાંઠા માં આવેલા છે.બનાસકાંઠા માં દર વર્ષે 3.15 કરોડ થી વધુ કટ્ટા નું ઉત્પાદન થાય છે.અને મોટાભાગના બટાટા ખેડૂતો કોલ્ડસ્ટોરેજ માં સારા ભાવની આશાએ સંગ્રહ કરે છે ત્યારે ખેડૂતો બનાસકાંઠા કોલ્ડસ્ટોરેજ એસોસિએશન દ્વારા દરવર્ષે કોલ્ડસ્ટોરેજ ના ભાડામાં વધારો કરે છે અને ચાલુ સાલે પણ ભાવ માં પાંચ ટકા નો વધારો કર્યો છે.

Whatsapp Join Banner Guj

જોકે આ વધારાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.ચાલુ સાલે ખેડૂતો ઊંચા ભાવે બિયારણ લાવેલ અને ઉંચા ભાવે ખાતર લાવીને વાવેતર કર્યું છે અને હાલ બટાટા ના ભાવ ન હોઈ ખેડૂતોને સ્ટોરેજમાં Cold Storage મુકવા મજબુર બન્યા છે ત્યારે ચાલુ સાલે વાવેતર નો ખર્ચ વધુ થયેલ હોવાના કારણે સ્ટોરેજ નો ભાડું વધારવાની જગ્યાએ ઘટાડો કરવાની જરૂર છે.પરંતુ સ્ટોરેજ એસોસિએશન એ પાંચ ટકા વધારો કરી દેતા ખેડૂતોમાં રોષ છે.

Cold Storage

આ બાબતે જિલ્લા કિસાન સંઘ ના આગેવાનો કોલ્ડસ્ટોરેજ Cold Storage એસોસિએશન સાથે બેઠક કરી ભાડું ઘટાડવાની માંગ કરી છે.જોકે હાલતો સ્ટોરેજ એસોસિએશન ભાડું ઘટાડવાની તૈયારીં દર્શાવી નથી પરંતુ આવનાર સમયમાં પાંચ ટકાનો વધારો પરત નહિ લે તો સરકાર સમક્ષ રજૂઆત કરી સરકાર ને મધ્યસ્થી બનાવવા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

જાણો વિગત…..IndiaAgainstPropaganda: વિદેશી સ્ટાર્સ આવ્યા ખેડૂતોના સમર્થનમાં કર્યો ભારતનો વિરોધ, તો બોલિવુડ સ્ટાર્સ આવ્યા દેશના પડખે