CM Corona Test

CM Vijay Rupani નો કોરોના રિપોર્ટ પોઝીટિવ, હાલ યુ એન મેહતા માં સારવાર હેઠળ

CM Vijay Rupani નો કોરોના માટેનું RT-PCR ટેસ્ટનું સેમ્પલ રાત્રે લેવામાં આવેલ. તે કોરોનાનો RT-PCR ટેસ્ટનો રીપોર્ટ આજે સવારે પોઝીટીવ આવેલ છે.

હેલ્થ બુલેટિન

cm vijay rupani
file pic

અમદાવાદ, ૧૫ ફેબ્રુઆરી: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને થાક, શારીરિક નબળાઈના કારણે ગઈ કાલે વડોદરામાં ચક્કર આવેલ હતા. ત્યાર પછી તેઓશ્રીને રાત્રે યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. તેઓશ્રીનું મેડીકલ ચેકઅપ કરવામાં આવેલ. તે પછી બધા ટેસ્ટ કરેલ જેવા કે ECG, 2D, ECO બ્લડના ટેસ્ટ જે નોર્મલ હતા

Whatsapp Join Banner Guj

તેઓશ્રીનું કોરોના માટેનું RT-PCR ટેસ્ટનું સેમ્પલ રાત્રે લેવામાં આવેલ. તે કોરોનાનો RT-PCR ટેસ્ટનો રીપોર્ટ આજે સવારે પોઝીટીવ આવેલ છે. તેથી તેઓશ્રીને કોરોનાની સારવાર માટે યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. તેમના લક્ષણો હળવા પ્રકારના છે અને કોરોનાના રીપોર્ટ HRCT, IL-6, D- DIMER અને ઓક્સીજન સેચ્યુરેશન નોર્મલ છે અને અત્યારે તેઓશ્રીની પરિસ્થિતિ STABLE છે.

આ પણ વાંચો… CM Vijay Rupani: વડોદરામાં ચૂંટણી સભા દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈ ઢળી પડ્યા. જુઓ વીડિયો..