Civil PRO 2

દર્દી.. દર્દીના સગાની સારવારથી લઈ અન્ય પ્રકારની ફરિયાદનો નિવારણ લાવવામાં મદદરૂપ બને છે પી. આર. ઓ.

Civil PRO 2
આ વિકટ પરિસ્થિતિઓમાં એક મહત્વનો રોલ અદા કરતા જન સંપર્ક અધિકારી

એક કોરોના યોધ્ધા આ પણ……..

પી.પી.ઈ. કીટમાં. સજ્જ મેડિકલ- પેરામેડિકલ સ્ટાફ સિવાય અન્ય કોરોના યોદ્ધાઓ એટલે સિવિલના પી. આર. ઓ

Civil PRO

કોરોનાની મહામારી સામેની જંગમાં તબીબો, મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફ સૌ એકજૂથ થઈને કાબુ મેળવવા કાર્યરત છે…. એવામાં આ વિકટ પરિસ્થિતિઓમાં એક મહત્વનો રોલ અદા કરતા જન સંપર્ક અધિકારીઓ (પી.આર.ઓ.) વિશેની આજે વાત કરવી છે. …

કોરોના વોર રૂમમાં રહીને મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ જ્યાં દર્દીઓની દરકાર લઈ સારવાર કરતુ હોય, ત્યારે વોર રૂમની બહાર દર્દીના સગાને યેનકેન પ્રકારે મદદરૂપ બની તેમની ચિંતા દૂર કરવાનું કામ સિવિલ હોસ્પિટલના પી. આર. ઓ. કરી રહ્યા છે.
સિવિલની ડેડિકેટેડ ૧૨૦૦બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ જ્યારે એકલવાયુ અનુભવતા હોય ત્યારે કાઉન્સેલીંગ કરવાનું કાર્ય પણ પી. આર.ઓ. કરતા હોય છે.

Civil PRO 3

શરૂઆતના દિવસોમાં કોરોનાની સંવેદનશીલતા વચ્ચે દર્દીઓ જ્યારે ડિસ્ચાર્જ થતા ત્યારે વ્યવસ્થિત પણે આખી પ્રક્રિયા કરી તેમને બસમાં બેસાડી ઘર સુધી સલામતીપૂર્વક પહોંચાડવાની જવાબદારી સિવિલના પી.અાર.ઓ.ની રહેતી હતી.

સિવિલના કોરોના હેલ્પ ડેસ્ક પરથી સારવાર લઈ રહેલા દર્દીને તેમના સગા દ્વારા જીવનઆવશ્યક વસ્તુઓ, કપડા, મોબાઈલ થી લઈ મોબાઈલ ચાર્જર સુધ્ધા સરળતાથી પહોંચે તે જવાબદોહિતા પી. આર. ઓ. સ્વીકારીને બખૂબી નિભાવી રહ્યા છે.

સિવિલના સિનિયર પી. આર. ઓ. ભુપેન્દ્રસિંહ કુંપાવત કહે છે કે દર્દી અને તેમના સગાની દરકાર કરી તેમને મદદ કરવા અમારા ૨૫(પચ્ચીસ) પી. આર. ઓ.ની ટીમ ૨૪*૭ કાર્યરત રહે છે. કોરોનાની સારવારમાં સગાનું દર્દીથી સંપર્ક કરવું મુ઼શકેલ બની રહે છે ત્યારે અમારા પી. આર. ઓ. દર્દી અને સગા વચ્ચેના સેતુ બનીને વીડીયો કોલ મારફતે વાર્તાલાપ કરાવે છે.
તેઓ ઉમેરે છે કે ધણા કિસ્સાઓમાં જ્યારે અતિ ગંભીર પરિસ્થિતિઓમાં દર્દી સારવાર માટે આવે , તેમાં પણ ઘણાં દર્દીઓ અભણ પણ હોય છે, ત્યારે તેમને કેસ કઢાવી આપવાથી લઈ સારવાર અર્થે વોર્ડમાં દાખલ થવા સુધીની મદદ અમે કરીએ છીએ.

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ.. દર્દીના સગાઓની સારવારથી લઈ અન્ય કોઈપણ પ્રકારની ફરિયાદનો સંતોષકારક નિવારણ લાવવામાં મદદરૂપ બનીએ છીએ તેમ ભૂપેન્દ્રસિંહ જણાવે છે……

પી. પી. ઈ. કીટમાં સજ્જ તબીબો, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફની સાથે-સાથે આ તમામ પી. આર. ઓ. પણ એટલા જ સન્માનને પાત્ર છે……તેમણે પણ કોરોના વોરિયર્સ બનીને શારિરિક-માનસિક રીતે દર્દી અને તેમના સજાને હૂંફ, પ્રેમ આપી અનેક રીતે મદદરૂપ બન્યા છે…… સલામ છે આ તમામ જનસંપર્ક અધિકારીઓના જુસ્સાને……