Kunvarji khad muhurt

કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે રૂા. ૧ કરોડથી વધુના વિકાસના કામોનું ખાતમુહૂર્ત સંપન્ન

  • વીંછીયા તાલુકામાં પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તેરૂા. ૧ કરોડથી વધુના વિકાસના કામોનું ખાતમુહૂર્ત સંપન્ન
  • વિકાસના કામો ગુણવત્તાયુક્ત બને તેની તકેદારી લેવા મંત્રી શ્રી બાવળિયાની ટકોર

સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ

રાજકોટ, ૦૩ ઓક્ટોબર: પાણી પુરવઠા મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળિયાના વિંછીયા તાલુકામાં અંદાજીત રૂપિયા ૧.૦૭ કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. પંચાયત ઘર, આરસીસી રોડ સહિતના વિકાસના કામોથી વિછીયા પંથકની આંતરમાળખાકીય સવલતોને મજબૂતી પ્રદાન કરવાની સાથે જનસુવિધામાં વધારો થશે.

મંત્રીશ્રી બાવળિયાએ અંદાજિત રૂપિયા ૧.૦૭ કરોડના વિકાસના કામોમાં બેલડા ગામે રૂ. ૩૦ લાખના અને દેવધરી ગામે ૧૯ લાખના ખર્ચે સુવિધા પથ, દેવધરી અને ભડલીમાં રૂ.૧૪-૧૪ લાખના ખર્ચે પંચાયત ઘર, ઉપરાંત વિછીયામાં રૂ. ૨૨ લાખના ખર્ચે પંચાયત ઘર બનાવવામાં આવશે. તેમજ વિછીયામાં રૂ. ૫ લાખના ખર્ચે એસ.ટી. પીકઅપ સ્ટેન્ડ અને ભડલી ગામે રૂ. 3 લાખના રેનબસેરાના કામનો સમાવેશ થાય છે.

મંત્રીશ્રી બાવળિયાએ આ ગામોના પ્રવાસ દરમિયાન જણાવ્યું કે, આ વિકાસના કામોથી આંતરમાળખાકીય સવલતોને એક મજબૂતી પ્રદાન થવાની સાથે  જનસુવિધાઓમાં પણ વધારો થશે. રાજય સરકાર આ વિસ્તારમાં મહત્તમ વિકાસના કામો થાય તે માટે સતત પ્રયાસરત છે.  જેના ભાગરૂપે ઘણા વિકાસનાં કામોનો લાભ આ વિસ્તારને મળ્યો છે. જસદણમાં જિલ્લાકક્ષાની હોસ્પિટલ બનવા જઈ રહી છે, આટકોટમાં રૂ.૨.૫૦ કરોડના ખર્ચે આયુર્વેદ હોસ્પિટલ બનાવવા માટેની મંજૂરી મળી ગઈ છે, 

loading…

તેમજ વિછીયાને પણ એક આયુર્વેદ હોસ્પિટલ મળે તે માટે પ્રયાસરત છીએ. વિછીયા- જસદણ પંથકના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ માટે બહાર ન જવું પડે અને ફી પેટે મોટી રકમ ન ખર્ચવી પડે તે માટે વિછીયામાં ધોરણ ૧૧- ૧૨ની વિજ્ઞાન પ્રવાહની હાઇસ્કુલ અને જસદણ ખાતે સરકારી વિજ્ઞાન પ્રવાહની કોલેજના નિર્માણ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથે જ શ્રી બાવળિયાએ વિકાસના કામોની ગુણવત્તા સાથે કોઈ પણ બાંધછોડ નહિ કરવા અને આ કામો નિર્માણ પામ્યે તેનો યોગ્ય રાખરખાવ અને જળવણીની તકેદારી લેવા પદાધિકારીઓ-અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

પાણીપુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના આ પ્રવાસ દરમિયાન રાજકીય-સામાજિક અગ્રણીઓ સહિત પદાધિકારીઓ-અધિકારીઓ જોડાયા હતા.