breaking news News update

અમદાવાદમાં 18 માર્ચના ગુરૂવારની સવાર થી તમામ BRTS અને AMTS બસો બંધ રાખવાનો નિર્ણય

AMTS Breaking news

અમદાવાદ , ૧૭ માર્ચ: કોરોના કેસ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની જાહેર પરિવહન સેવા AMTS બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત રિવરફ્રન્ટ અંતર્ગત આવતા તમામ પાર્ક પણ બંધ કરવાનો AMC એ આદેશ કર્યો છે.

ADVT Dental Titanium

અમદાવાદ શહેરમાં આજે કોરોના કેસની સંખ્યા 270 ને પાર કરી ગઈ છે. ત્યારે અમદાવાદમાં વધતા કોરોના કેસને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલે એટલે કે, 18 માર્ચ 2021 ના ગુરૂવારની સવારથી તમામ AMTS અને BRTS બસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એકપણ રૂટ પર AMTS અને BRTS બસ જ્યાં સુધી અન્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

Whatsapp Join Banner Guj

અમદાવાદમાં પાર્ક ગાર્ડન બાદ હવે રિવરફ્રન્ટ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રિવરફ્રન્ટ અંતર્ગત આવતા તમામ પાર્ક પણ બંધ કરવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત આવતીકાલથી શહેરમાં તમામ જિમ, સ્પોર્ટ્સ ક્લબ તેમજ ગેમિંગ ઝોન પણ બંધ રાખવાનો આદેશ કરાયો છે. પ્રાઇવેટ અને સરકારી તમામ જિમ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે અને નવો આદેશ ન આવે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો…રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ અંગે કોર કમિટી (Core Committee)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ