amrut mahotsav

રાજપીપલા ખાતે આઝાદીના અમૃત મહોત્સવ (Amrut Mahotsav)ની થનારી ભવ્ય ઉજવણી

Amrut Mahotsav

“બ્રિટીશ રૂલ સામે ભીલ અને આદિવાસી સમાજનો પડકાર” થીમ ઉપર (Amrut Mahotsav) કાર્યક્રમ યોજાશે
12 માર્ચ દાંડીયાત્રા ના દિવસ. થી ઉજવણી શરુ થશે.

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૧૦ માર્ચ:
Amrut Mahotsav:રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧૨ મી માર્ચે ઐતિહાસિક દાંડીકૂચના દિવસે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોના આયોજન થકી આઝાદીના અમૃત મહોત્સવ (Amrut Mahotsav)ની થનારી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ તેની ઉજવણી થનાર છે રાજપીપલા ખાતે યોજાનારા કાર્યક્રમના આયોજનઅંગે એક બેઠક. નિવાસીકલેક્ટર ના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં બ્રિટીશ રૂલ સામે ભીલ અને આદિવાસી સમાજનો પડકાર“ થીમ પર યોજાનારા કાર્યક્રમ અંગે જરૂરી માર્ગદર્શન સાથે સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી

ADVT Dental Titanium

નાયબ જિલ્લા પોલિસ અધિક્ષક રાજેશ પરમાર, પ્રાંત અધિકારી કે.ડી.ભગત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેજસ ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.યુ.પઠાણ, જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલ, સિવિલ સર્જન ર્ડા.જ્યોતિબેન ગુપ્તા, માર્ગ-મકાન, પાણી પુરવઠા, ડીજીવીસીએલ, આરટીઓ, રમત-ગમત તથા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ વગેરે સહિતના સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસે પ્રવર્તમાન કોવિડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ અને માર્ગદર્શિકાના ચૂસ્ત પાલન સાથે થનારી

Whatsapp Join Banner Guj

આ (Amrut Mahotsav) ઉજવણી દરમિયાન ખૂબજ સાવચેતી અને સલામતી સાથે સોસીયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝરનો ફરજિયાતપણે ઉપયોગ કરવાનો રહેશે. તેમ જણાવી કાર્યક્રમના આયોજન અંગે તેમણે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.

આ પણ વાંચો…પોરબંદર ખાતે ભારતીય નેવલ શીપ (INS) સરદાર પટેલ પર પ્રથમવાર તટવર્તીય સુરક્ષા વર્કશોપ યોજવામાં આવ્યો