Parcel load

પશ્ચિમ રેલવે એ 78 હજાર ટન આવશ્યક સામગ્રી ના પરિવહન માટે 400 પાર્સલ વિશેષ ટ્રેનો નો આંકડો કર્યો પાર

comb loading 17.7
ફોટો કેપ્શન : પશ્ચિમ રેલવે ના અમદાવાદ અને રાજકોટ સ્ટેશનો પર પાર્સલ ટ્રેનોમાં લોડિંગ ના દૃશ્ય.

અમદાવાદ,૧૮ જુલાઈ ૨૦૨૦ કોરોના મહામારીના કારણોસર ઘોષિત લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલવે ને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો છે. તેમ છતાં પશ્ચિમ રેલવે ની માલવાહક ટ્રેનો ના પૈડા નિરંતર ચાલુ છે. પણ પહેલા શુરુઆત માં પસેન્જર ટ્રેનો નું પરિચાલન પૂર્ણ રોકી દેવામાં આવ્યું હતું પણ પાર્સલ ટ્રેનો અને માલગાડીઓ નિરંતર ચાલી રહી છે કેમકે દેશ માં આવશ્યક વસ્તુઓ ની આપૂર્તિ રેલવે ના માધ્યમ થી જ સંભવ હતી. આવા મુશ્કેલ સમય માં ભારતીય રેલ્વે દેશની સેવા માં હંમેશા અગ્રેસર રહે છે અને વિશેષ પાર્સલ ટ્રેનો દ્વારા ચિકિત્સા ઉપકરણો અને દવાઓ સહિતના અત્યાધુનિક સામગ્રીની પરિવહન કરે છે.

પશ્ચિમ રેલવે દ્વારા શ્રમિકો નો અછત અને અન્ય મુશ્કેલીઓ હોવા છતાં પશ્ચિમ રેલવે દ્વારા 400 થી વધુ પાર્સલ વિશેષ ટ્રેનો નો મોટો આંકડો પાર કર્યો છે. આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ પશ્ચિમ રેલવે ના નિષ્ઠાવાન અધિકારીઓ અને કર્મચારીઓ ની ઉર્જાવાન ટીમ ના સખત પરિશ્રમ અને પોતાના કાર્ય પ્રત્યે પૂર્ણ સમર્પણ ને કારણે સંભવ થઈ શક્યું છે. આ સંબંધ માં ગ્રાહકો ની સુવિધા માટે રેલવે બોર્ડ ની નિતિગત બદલાવો એ પણ એક આવશ્યક ભૂમિકા નિભાઈ છે. પશ્ચિમ રેલવેના વાણિજય વિભાગે પહલ કરતા ગૃહ મંત્રાયલ દ્વારા પ્રદત્ત અધિકારીઓ ના આધાર પર ગુડ્સ શેડમાં લોડિંગ / અનલોડિંગ પ્રવૃત્તિઓ માટે આવેલા શ્રમિકો / શ્રમિકને આવશ્યક પાસ જારી કર્યા. પર રજૂઆત કરી છે. પશ્ચિમ રેલવેની કર્મઠ ટીમ ના ઉલ્લેખનીય પ્રયાસો ના ફળસ્વરૂપ પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા 400 ના મોટા આંકડા ને પાર
કરવાનું સંભવ થઈ શક્યું છે.