Tejas

અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ પસંદગીના દિવસોમાં રદ કરવામાં આવશે

Tejas

અમદાવાદ, ૦૧ નવેમ્બર: કોરોના વાયરસ રોગચાળો અને બુકિંગના વલણને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ ટ્રેન નં. 82901/82902અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસના સંચાલન દિવસો માટે સમીક્ષા કરવામાં આવી છે અને તે મુજબ આ ટ્રેનના કેટલાક રાઉન્ડ રદ કરવામાં આવ્યા છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ ટ્રેન નં. 82901/82902 અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ 2020-21 ના પસંદગીના મંગળવારે રદ કરવામાં આવશે. આ ટ્રેન 3 અને 24 નવેમ્બર 2020 ; 1, 8 અને 15 ડિસેમ્બર, 2020; 19 અને 26 જાન્યુઆરી, 2021; 2, 9, 16 અને 23 ફેબ્રુઆરી, 2021 અને 2, 9, 16, 23 અને 30 માર્ચ, 2021 રદ કરવામાં આવશે.

whatsapp banner 1