Junagadh Thumbnail

મેઘમહેર બાદ સોળે કળાએ ખિલ્યુ જૂનાગઢનું સૌંદર્ય,જાણો કુદરતે કેવી વરસાવી છે મહેર

૨૩ ઓગસ્ટ:રાજ્યમાં આ વર્ષે સિઝનનો સારો વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જૂનાગઢમાં પણ સતત મેઘમહેર થતા સોળે કળાએ સોંદર્ય ખિલ્યુ છે. જૂનાગઢમાં હરિયાળી વનરાજીઓ ખીલી ઉઠતા ખુબ જ સોહામણો માહોલ થયો છે. ખળખળ વહેતા ઝરણાં અને પહાડો પરથી વહેતા ઝરણાં જોવા માટે સ્થાનિકોમાં પણ ઉત્સુકતા છે.

ભવનાથની તળેટીમાં પણ પાણી વહેતું થયું છે. અને પગથિયા પરથી પણ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. જેના કારણે વાતાવરણ આહલાદક થયું છે. સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે. અને પાકને પણ નવજીવન મળ્યુ છે. સમગ્ર પંથકમાં લીલોતરી પથરાઈ ગઈ છે. તો બીજી તરફ વિલિંગડન ડેમમાં પણ પાણીની મોટી આવક થઈ છે.

Banner Still Guj