Abhayam helpline providing shelter to a mentally challenged woman

સચિનથી મળી આવેલી અસ્થિર મગજની મહિલાને આશ્રય અપાવતી અભયમ હેલ્પલાઇન

Abhayam helpline to find a mentally challenged woman found from Sachin

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત

સુરત, ૨૦ ડિસેમ્બર: સુરતના સચિન વિસ્તારથી મળી આવેલી અસ્થિર મગજની મહિલાને ૧૮૧ અભયમ દ્વારા માનવસેવા ટ્રસ્ટમાં સુરક્ષિત આશરો અપાવ્યો હતો.

સચિનથી એક જાગૃત્ત વ્યક્તિએ ૧૮૧ અભયમ પર કોલ કરી જણાવ્યું કે, એક અસ્થિર મગજની મહિલા દોઢ કલાકથી રસ્તા પર કપડાં પહેર્યા વગર આમતેમ ફરે છે, જેથી ઉમરા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક દર્શાવેલા સ્થળે પહોંચી હતી. મહિલાની માનસિક સ્થિતિ સારી ન હતી અને યાદદાસ્ત ગુમાવી બેઠી હતી. અભયમ ટીમ મહિલાને કપડાં પહેરાવી કોવિડ ટેસ્ટ માટે લઈ ગઈ હતી. જ્યાં તેનો રિપોર્ટ નેગટિવ આવ્યો. મહિલા પોતાનું નામ, સરનામું કે સગાસંબંધીનું નામ જણાવતી ન હતી. જેથી તેને મંદબુદ્ધિ બિનવારસીની સારસંભાળ રાખતી ‘માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ, કામરેજ’ ખાતે આશ્રય અપાવ્યો હતો.

whatsapp banner 1

આ સાથેના ફોટોવાળા મહિલા કે તેના પરિવાર અંગે કોઈને જાણકારી મળે તો અભયમ ૧૮૧ હેલ્પલાઇન અથવા માનવસેવા ટ્રસ્ટના મો.નં.૭૩૫૯૨૬૫૦૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે, જેથી મહિલાને પરિવાર સુધી પહોંચાડી શકાય.