dr Yashvini

કોરોના પોઝિટિવ દર્દી માનસિક મનોબળથી ઝડપથી સાજા થાય છે

dr Yashvini 2

 રાજકોટ પીડીયુ હોસ્પિટલના એચ.આર મેનેજર અને તેના પતિએ કોરોનાને આપી મહાત

અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ

રાજકોટ, ૧૪ ઓક્ટોબર: જ્યારે વ્યક્તિને કોરોના  રિપોર્ટ    પોઝિટિવ આવે છે ત્યારે દર્દીએ માનસિક હિમ્મત રાખવાની છે. ફીઝીકલી  સારવાર તો તબીબો દ્વારા કરવામાં આવે છે જ પણ આ સમયે દર્દી માનસિક રીતે મજબૂત હોય  તે જરૂરી છે. હિંમત હાર્યા વગર કોરોનાંનો સ્ટ્રોગલી  પ્રતિકાર કરવાથી રિકવરી વહેલી આવે છે. આ શબ્દો છે રાજકોટ પીડીયુ હોસ્પિટલમાં કોરોનાને મહાત કરનાર અને  એચ આર તરીકે કામ કરતા શ્રી યશસ્વીબેન જેઠવાના…

dr Yashvini

રાજકોટના યસ્વિનીબેન પીડીયુ હોસ્પિટલ માં એચઆર મેનેજર તરીકે ઘણા સમયથી સેવા આપે છે. તેમના હેઠળ કોમ્પ્યુટર ઓપરેટર ,મેનેજમેન્ટના સ્ટાફ માર્ગદર્શન મુજબ કામ કરે છે. ગઇ તા. ૧૬ સપ્ટેમ્બરના રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પીડીયુ હોસ્પિટલ માં તેમને સારવાર આપવામાં આવી હતી. સિવિલમાં કોરોના ની સારવાર માટે તબીબો અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા સારામાં સારી સારવાર અને દર્દીઓ માટે સરકાર દ્વારા સારી સુવિધા છે તેમ જણાવતા યશસ્વી બેન કહે છે કે દર્દીઓએ મનોબળ મજબૂત રાખીને કોરોના નો સામનો કરવો જોઈએ. તબીબો દ્વારા સારવાર કરવામાં આવે છે ત્યારે જો મજબૂત મનોબળ રાખવામાં આવે તો ઘણો ફાયદો થાય છે .યશસ્વીબેન ના પતિ નો રિપોર્ટ પણ પહેલા પોઝિટિવ આવ્યો હતો. બંને પતિ-પત્ની આઇસોલેટેડ થયા હતા. પતિ-પત્ની બંને પોઝિટિવ હોય ત્યારે પરિવારમાં બાળકોને ઈન્ફેક્શન ન લાગે તે માટે સાવચેતી રાખવી જોઇએ તેમ પણ તેઓએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું .

રાજકોટને કોરોના મુક્ત કરવા લોકોએ સાવચેત રહીને સતત માસ્ક પહેરવા, હાથ ધોવા અને સોશિયલ  ડિસ્ટન્સ અપનાવવા જાગૃત રહેવા તેઓએ અપીલ કરી છે. 

Advt Banner Header
loading…