john torcasio cg624i8VCl0 unsplash

ભારતીય વાયુસેનામાં એરમેન તરીકે જોડાવવાની સુવર્ણ તક

વડોદરા ખાતે તા.૨૩ સપ્ટે થી ૪ ઓકટો. દરમિયાન અપરણિત પુરૂષ ઉમેદવારો માટે વાયુસેનાની ભરતી રેલી યોજાશે

૦૭ સપ્ટેમ્બર,સુરત:રાજ્યના ૧૨ સાયન્સ પાસ યુવા અપરિણીત ઉમેદવારો માટે ભારતીય વાયુસેનામાં એરમેન તરીકે જોડાવવાની સુવર્ણ તક છે. તા.૨૩મીએ કેન્દ્રિય વિદ્યાલય એરફોર્સ, મકરપુરા, વડોદરા ખાતે ભારતીય વાયુસેના દ્વારા વાયુસેના ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૨૩ સપ્ટે. થી ૦૪ ઓક્ટો. દરમિયાન ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને લેખિત પરીક્ષા, એડેપ્ટેબિલીટી ટેસ્ટ યોજાશે.

આ ભરતી મેળામાં તા.૨૩મી સપ્ટે. થી તા.૦૪ ઓક્ટો. સુધી ગ્રુપ વાય (નોન ટેક્નિકલ) મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડ અને ગ્રુપ વાય (ઓટો ટેક, IAF(P), IAF(S) & MUSICIAN ટ્રેડ) માટે તા.૨૩મીએ યોજાનાર ફિઝિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષામાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ અને દીવ-દમણ, દાદરા અને નગરહવેલીને આવરી લેવાયા છે.
એરમેન ભરતી રેલી કાર્યક્રમ તા. ૨૩/૦૯/૨૦૨૦ થી ૨૬/૦૯/૨૦૨૦ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (PFT) અને લેખિત પરીક્ષા એડેપ્ટેબીલીટી ટેસ્ટ-૧ & ૨ રહેશે. તા. ૨૮/૦૯/૨૦૨૦ થી ૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (PFT) અને લેખિત પરીક્ષા એડેપ્ટેબીલીટી ટેસ્ટ-૧ & ૨ રહેશે. જ્યારે તા. ૦૩/૧૦/૨૦૨૦ થી ૦૪/૧૦/૨૦૨૦ ના રોજ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (PFT) અને લેખિત પરીક્ષા એડેપ્ટેબીલીટી ટેસ્ટ-૧ & ૨ આપવાની રહેશે. ઉમેદવારોને ઓનલાઈન પ્રોવિઝનલ એડમિટ કાર્ડ ઈશ્યુ કરવામાં આવશે. જેમાં તારીખ અને સમય પ્રમાણે ઉપરોક્ત રેલી અને સ્થળ પર હાજર રહેવાનુ રહેશે.

ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, ઉમર અને શારીરિક માપદંડો નિર્ધારિત કરાયા છે. જેમાં મેડિકલ આસિસ્ટન્ટ (નોન ટેક્નિકલ) ટ્રેડ માટે ધોરણ-૧૨ વિનયન પ્રવાહમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષય સાથે સરેરાશ ૫૦ ટકા પાસ અને અંગ્રેજી વિષયમાં ૫૦ ટકા માર્ક્સ સાથે પાસ હોવું જરૂરી છે. ગ્રુપ વાય (ઓટો ટેક, IAF(P), IAF(S) & MUSICIAN ટ્રેડ) માટે ધોરણ-૧૨(૧૦+૨) સમકક્ષ પરીક્ષા કોઈ પણ પ્રવાહમાં સરેરાશ ૫૦ ટકા પાસ અને અંગ્રેજી વિષયમાં ૫૦ ટકા માર્ક્સ સાથે પાસ હોવું જરૂરી છે. ઉમેદવારોન તા.૧૭/૦૧/૨૦0૦ થી તા.૩૦/૧૨/૨૦૦૩ (આ બંને દિવસો સહિત) જન્મ થયેલો હોવો જોઈએ. આ ભરતી પરીક્ષા કમિશન અધિકારી, પાઈલોટ, નેવિગેટર્સ માટે નથી. વાયુસેનાના નિવૃત્ત અધિકારીઓના સંતાનો પણ ભરતીમાં ભાગ લઇ શકશે.

આ ભરતી રેલી સંદર્ભે ઇન્ડિયન એરફોર્સની વેબસાઈટ www.airmenselection.cdac.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે. વધુ જાણકારી માટે મદદનીશ નિયામક, રોજગાર વિનિમય કચેરી, સી-બ્લોક, ૦૫મો માળ, બહુમાળી ભવન, નાનપુરા, સુરત ફોન નં.૦૨૬૧-૨૪૬૦૪૧૬ પર સંપર્ક કરવાં મદદનીશ નિયામક (રોજગાર) કચેરી દ્વારા જણાવાયું છે.