RJT Child corona

સમરસ હોસ્ટેલ ખાતે ૬ વર્ષના બાળકે સુપરમેન સ્ટાઇલમાં કોરોનાને હરાવ્યો

RJT Child corona

રાજકોટ,૦૨ સપ્ટેમ્બર :- સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીથી ભાગવાને બદલે રાજકોટના ૬ વર્ષના કોરોના પોઝિટિવ દર્દી દેવ સુમીતભાઇ ચુડાસમાએ સુપરમેન સ્ટાઇલમાં કોરોનાને હરાવ્યો છે.

૨૭ તારીખે દેવને એકપણ લક્ષણ વગર કોરોના પોઝિટવ આવતાં, દેવને તેની માતા ડિમ્પલબેન સાથે ૩ દિવસ સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો હતો. ૬ વર્ષના બાળકે મોબાઇલમાં સુપરમેન. બેટમેન. સ્પાઇડરમેન વગેરે જોઇ-જોઇને ૩ દિવસ પસાર કર્યા અને કોરોનાને હરાવીને સહી સલામત દેવ ઘરે પાછો ફર્યો છે. રાજારામ સ્કૂલમાં હાયર કે.જી.માં અભ્યાસ કરતા દેવને કોરોનાની ગંભીરતા તો સમજાઇ નથી, પરંતુ ઘરથી દૂર રહેવામાં પડેલી તકલીફ કાર્ટુન કેરેક્ટર્સથી  ભુલાઇ ગઇ.

સમરસ હોસ્ટેલના સ્ટાફમાં પણ દેવ સજીવ રમકડાં સમાન થઇ ગયા હતો. દેવને સમરસ હોસ્ટેલથી રજા આપતી વખતે સમગ્ર સ્ટાફ ભાવવિભોર થઇ ગયો હતો.કોરોના વાઇરસના સંક્રમણને વ્યક્તિની ઉંમર નથી નડતી પરંતુ નિર્દોષ બાળકોને સંક્રમિત કરતાં કોરોનાના સંક્રમણથી જ્યારે દેવ જેવા બાળકો મૂક્ત બને છે, ત્યારે કોરોનાને હરાવવાની જન સામાન્યની ઇચ્છા વધુ બળવત્તર બને છે.