WR employee

અમદાવાદ ડિવિઝનના 6 જાગૃત અને સતર્ક રેલવે સલામતી રક્ષકોનું સન્માન કરાયું

WR employee

 અમદાવાદ, ૦૮ જાન્યુઆરી: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર રેલવે સલામતી પ્રતિ જાગૃત રહેનાર અને સતર્કતા સાથે ઉત્કૃષ્ટ  કાર્ય કરનારા 6 રેલ્વે કર્મચારીઓને વેબિનાર દ્વારા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલની વર્ચ્યુઅલ હાજરીમાં ડીઆરએમ અમદાવાદ ડિવિઝન શ્રી દિપકકુમાર ઝા એ મેડલ અને પ્રશંસ પત્રો આપી સન્માનિત કર્યા હતાં

ડીઆરએમ શ્રી ઝાએ જણાવ્યું હતું કે રેલ્વેમાં સલામતી એ આપણી પ્રાથમિકતા છે તથા દરેક રેલ્વેકર્મી  આ માટે સજાગ રહે છે. ફરજ દરમિયાન તેમની તીવ્ર સજાગતા થી  રેલવે અકસ્માતની સંભાવનાને દૂર થાય છે તેમજ આ કુશળ અને જાગૃત રક્ષકો અન્ય રેલ્વે કર્મીઓ  માટે પણ અનુકરણીય ઉદાહરણો બની જાય છે. નવેમ્બર 2020 દરમિયાન, સલામતીના ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ડિવિઝનના 6 નિષ્ઠાવાન અને જાગૃત રેલવે કર્મચારીઓને “મેન ઓફ ધ મંથ” ખિતાબથી બહુમાન કરવામાં આવ્યું હતું તથા મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Railways banner

ડિવિઝનલ સુરક્ષા અધિકારી શ્રી એ. વી.પુરોહિતના જણાવ્યા અનુસાર ઉત્કૃષ્ટ કામગીરી કરનારા 6 રેલવે કર્મચારીઓમાં રવિ ત્રિવેદી અને વિજય કુમાર મીના લોકો પાઇલટ, રવિન્દ્ર સુથાર ટ્રાન્સપોર્ટ ઇન્સ્પેક્ટર, સતિષ પી. પોઇન્ટ્સ મેઈન, અજિતકુમાર અને સોનુ કુમાર  પ્લેટફોર્મ પોર્ટરનો સમાવેશ થાય છે. જેમણે સંભવિત રેલવે અકસ્માતોને રોકવા માટે નિષ્ઠા અને સખત મહેનત સાથે સમયસર કાર્ય કર્યું હતું અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી જેથીસંભવિત અકસ્માતો ટાળી શકાયા. કાર્યક્રમના અંતે સહાયક ડિવિઝનલ સુરક્ષા અધિકારી શ્રી ગૌરવ સારસ્વત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો…