Gujarat Corona Updete 33 District 2711

રાજયમાં આજે કોવિડ- ૧૯ ના ૧,૬૦૭ નવા દર્દીઓ નોધાયા: આરોગ્ય વિભાગ

Gujarat covid-19 chart Update 27 Nov 2020

અમદાવાદ, ૨૭ નવેમ્બર: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. ૨ાજય સ૨કા૨ના સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટી ૨હ્યુ છે. આજે રાજયના વિવિધ જિલ્લાઓ માં કુલ ૧,૬૦૭ કેસ નોંધાયા છે. સાથે આજે ૧,૩૮૮ દર્દીઓ એ કોરોનાને માત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં ૨ાજયના કુલ ૧,૮૬, ૪૪૬ દર્દીઓ સાજા થયા છે. રાજયનો સાજા થવાનો દર ૯૦.૯૦ છે.

whatsapp banner 1

એ જ રીતે કોરોના ટેરર્ટીગ ની ક્ષમતા પણ વધા૨વામાં આવી. રહી છે. આજે રાજ્યમાં કુલ ૬૯, ૨૮૩ ટેરટ કરવામાં આવ્યા છે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન ૧૦૬૫.૮૯ ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ ૭૬, ૨૦, ૮૯૨ ટેસ્ટ કરવામાં આવ્વા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૦૯, ૨૫૧ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૫,૦૯, ૧૭૧ વ્યક્તિઓ હોમ ક્વૉરેંટાઈન છે અને ૧૨૦ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે,
વેન્ટીલેટર પર ૯૬ દર્દીઓ છે