Dr Nirav Trupti Purohit

દર્દીઓની સારવાર માટે સૈનિકની જેમ કોરોના સામે લડતા ૧૩ તબીબ દંપતિઓ

Rapid Test edited
  • રાજકોટની પી.ડી.યુ કોવીડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે  સૈનિકની જેમ કોરોના સામે લડતા ૧૩ તબીબ દંપતિઓ
  • કોઈના ઘરે માતા તો બીજે પુત્ર બીમાર:કેટલાક તબીબ પોતે સંક્રમિત થયા છતાં સાજા થઇ થાક્યા વગર અવિરત સેવા આપતા તબીબો અને પેરા મેડીકલ સ્ટાફ
  • પરિવારની ચિંતા કર્યા વગર અમે ડયુટી કરીએ છીએ ત્યારે લોકો પણ સાવચેતી રાખે તે જરૂરી:તબીબ દંપતિ ની અપીલ

અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ

રાજકોટ, ૧૧ ઓક્ટોબર: કોરોના સામેની લડાઈમાં પીપીઇ કિટ પહેરીને સારવાર કરતાં તબીબો અને હોસ્પિટલ સ્ટાફ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર છે. રાજકોટની પીડિયુ કોવિડ હોસ્પિટલ માં તેર ડોક્ટર દંપતી પરિવારની ચિંતા કર્યા વગર ,થાક્યા વગર કોરોના દર્દીઓની સારવાર માટે અવિરત સેવા આપી રહ્યા છે.

રાજય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટની પીડીયુ કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની અદ્યતન સારવાર માટે તબીબો રાત દિવસ સારવાર સેવા આપી રહ્યા છે. રાજકોટની કોવિડ હોસ્પિટલમાં તેર દંપતિઓ સૈનિકની જેમ કોરોના સામેની લડાઈ લડી રહ્યા છે.કેટલાક એવા તબીબ પણ છે જે પોતે પણ કોરોના થી સંક્રમિત થયા છે. દર્દીઓને સાજા કરવાના સંકલ્પ સાથે તબીબો અને નર્સ બહેનો બીમાર પડે છે તો ફરી  સાજા થઈને આ સેવામાં લાગી જાય છે. તેઓ થાકતા નથી. પરિવારની પણ ચિંતા છે. થોડી ઘણી મુશ્કેલીઓ છે છતાં પણ તેને એડજેસ્ટ કરીને દર્દીની સેવાને અગ્રતા આપીને એક યોદ્ધાની જેમ લડીને સેવા આપતા  તબીબોની સેવા કાબિલે દાદ છે.

આ તેર દંપતીઓ નો એક જ સંકલ્પ છે કોરોનાને હરાવવાનો. તબીબી સ્ટાફ અને બધા આટલી મહેનત કરતા હોય ત્યારે લોકોએ કોરોના સામે સાવધાની અને સાવચેતી રાખવાની જરૂર છે

Dr Kamal Chetna Dodia

એમ જણાવતા તબીબી દંપતિ ડો. કમલ ડોડીયા અને ડો. ચેતના ડોડિયાએ જણાવ્યું હતું કે અમે ઘરે જઈએ ત્યારે બાળકો સાથે પણ તેમને સંક્રમણ ન થાય તે માટે તેમને વ્હાલ પણ કરી શકતા નથી. ડો. ચેતના ડોડીયા રેડીયોલોજીસ્ટ છે અને કોવિડ હોસ્પિટલમાં ફલોર મેનેજર તરીકે સેવા આપે છે. તેમણે કહ્યું કે એક વખત તેમનો પુત્ર બીમાર પડયો હતો. હોસ્પિટલમાં સેવાને લીધે તેઓ ઘરે જઇ શકયા ન હતા તો પાડોશીઓએ કેર લીધી અને અનુકૂળ જમવા માટે સંબંધી એ મદદ કરી હતી આમ પરિવારની ચિંતા મૂકીને તબીબો  દર્દીઓની સેવામાં છે. કોરોના સામે લોકોની જાગૃતિ જરૂરી છે.

Dr Nirav Trupti Purohit

ડો.નીરવ પુરોહિત અને ડો.તૃપ્તિ પુરોહિત પેથોલોજી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને હાલ કોવિડ હોસ્પિટલમાં સેવા આપે છે. તેમણે જણાવ્યું કે તેઓ પતિ-પત્ની હોસ્પિટલમાં સેવા આપે છે એટલે ઘરે એમની પુત્રી માતાની સેવા કરે છે. ડો. નીરવ પુરોહિતના માતાને કિડનીની બીમારી હોય ઘરે ડાયાલિસિસ પર છે. છતાં પણ ઘરે રહેલી પુત્રી માતા પિતાના માર્ગદર્શન હેઠળ દાદીમાની સેવા કરે છે. અને ડોક્ટર પતિ-પત્નીની હોસ્પિટલમાં દર્દીઓની સેવા સારવાર કરે છે. આ દંપતી જણાવે છે કે હોસ્પિટલમાં કોરોના સામેની લડાઈમાં  સૌ સેવારત છે. આ સમય સામાજિક દાયિત્વ અને ઉચ્ચ વ્યવસાયિક મૂલ્યોનુ જતન સેવા થકી કરવાનુ છે.

રાજકોટ પીડીયુ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. પંકજ બુચે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સૌ સ્ટાફ અને ડોક્ટરો કોરોનાના દર્દીની સારવાર માટે ટીમ વર્કથી કામ કરી રહ્યા છે. કેટલાક તબીબો અને પેરામેડિકલ સ્ટાફ કોરોના સંક્રમિત થયા હતા છતાં પણ સાજા થઈને  સેવામાં લાગી રહ્યા છે. હારશે કોરોના ,જીતશે રાજકોટ ના સૂત્ર સાથે સૌ પૂરતી સાવધાની રાખે તે જરૂરી છે.

*******

Reporter Banner FINAL 1
loading…